• બુધવાર, 13 મે, 2026

-અંતે માંડવીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ

કાઠડા (તા. માંડવી), તા. 12 : ઘઉંની સિઝન પૂર્ણ થઇ ગયા બાદ ઘણા સમય સુધી રાહ જોયા પછી માંડવીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરાતાં આ વિસ્તારના ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે અને 830 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગુજરાત રાજ્ય નિગમ દ્વારા લાયજા રોડ પર આવેલા શીતલા માતાજી મંદિર નજીક સરકારી ગોડાઉન ખાતે રવિવારથી ઘઉંની ખરીદી શરૂ કરી દેવાઇ છે. હાલના તબક્કે રોજના 15 જેટલા ખેડૂતોને જથ્થો લઇ આવવા ટેલિફોન મારફતે જાણ કરી દેવાય છે, તેવું ખરીદી કરતા સંસ્થાના અધિકારી ચિરાગભાઇ ઠાકોરે જણાવ્યું હતું. વધુ માહિતી આપતાં શ્રી ઠાકોરે જણાવ્યું હતું કે, એક હેક્ટર દીઠ 65 કટાની ખરીદી કરાય છે અને બહુ જ વ્યવસ્થાપૂર્વક જેમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવેલ ખેડૂત જ્યારે જથ્થો લઇ આવે ત્યારે ફિંગરપ્રિન્ટ લઇને જથ્થો લેવાય છે અને જથ્થો ઊતરી ગયા બાદ પણ ફિંગરપ્રિન્ટ લઇને પછી જ ખેડૂતને રજા અપાય છે અને પૂરતી વ્યવસ્થા જળવાય અને ખેડૂતોનો પણ ટાઇમ બચે તે માટે ક્રમ મુજબ સમય અપાય છે અને તે મુજબ જ ખેડૂતોને બોલાવાય છે. 

Panchang

dd