કોટડા (ચ), તા. 12 : ભુજ-અંજાર ફોરલેન માર્ગ પર
શેખપીર ચોકડી પાસે માર્ગ પરના ખાડા પુરવાનું કામ શરૂ થયું હતું. લાંબા સમયથી માર્ગ
પર પડેલા ખાડાઓને કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. તેમજ
અકસ્માતની ભીતિ સર્જાઈ હતી. આ માધ્યમમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં જ સંબંધિત વિભાગ દ્વારા
તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ હતી તથા શેખપીર ચોકડી નજીક રસ્તાના ખાડા પુરવાનું કામ
શરૂ કરવામાં આવ્યું હતું. હાલ સ્થળ પર મશીનો અને કામદારો દ્વારા માર્ગ સમારકામ ચાલી
રહ્યું છે. ટ્રાફિકને ધ્યાનમાં રાખીને સાવચેતીનાં પગલાં સાથે કામ કરાઈ રહ્યું છે. સ્થાનિકોમાં
આ કામગીરીને લઈને રાહતની લાગણી જોવા મળી રહી છે. સમયસર કામગીરી શરૂ થતાં હવે અકસ્માતોની
શક્યતા ઘટશે અને માર્ગ વધુ સુરક્ષિત બનશે તેવી આશા વ્યક્ત કરાતા લોકો દ્વારા માર્ગનું
સંપૂર્ણ રિપેરિંગ વહેલી તકે પૂર્ણ થાય તેવી માંગ પણ ઊઠી હતી.