મુંદરા, તા. 12 : બિદડામાં પ્રભાવ હોલિસ્ટિક હેલ્થ ઇન્સ્ટિટયૂટમાં કચ્છ યુનિવર્સિટી સાથેનાં
જોડાણથી શરૂ થયેલા હેલ્થ અને વેલનેસ ક્ષેત્રના નવતર પ્રકારના કોર્સ માટે એડમિશનનો દોર
શરૂ થઈ ચૂક્યો છે અને વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાતો, ગૃહિણીઓ નિવૃત્તો વગેરેમાંથીમાંથી
ઉત્સાહભેર પ્રતિસાદ મળી રહ્યો છે. આ વિશેષ પ્રકારના કોર્સ કચ્છ - ગુજરાત માટે જ નહીં, આટલા વ્યાપક માળખાં સાથે ભારતભરમાં પણ બહુ જૂજ સ્થળે જ ઉપલબ્ધ છે અને તેમાં
પણ માત્ર ગુજરાત કે ભારત જ નહીં, વિદેશમાં પણ ઉજ્જવળ કારકિર્દીની
વિશાળ તકો રહેલી છે. બિદડા સર્વોદય ટ્રસ્ટ
સંકુલમાં કે. એમ. પટેલ આરોગ્યધામ ખાતે વિકસિત કરાયેલા વિશાળ પ્રભાવ હોલિસ્ટિક હેલ્થ ઇન્સ્ટિટયૂટમાં ધો. 12 પછીના એક વર્ષની મર્યાદાના વિવિધ ત્રણ પ્રકારના ડિપ્લોમા કોર્સ અને ઉભરતા
વેલનેસ ક્ષેત્રમાં કારકિર્દીની વ્યાપક તકો ઊભી કરે છે. અહીં કાર્યરત અનુભવી તબીબો અને
ફેકલ્ટીઓનાં જણાવ્યા મુજબ,
ભવિષ્યમાં તાલીમબદ્ધ થેરાપિસ્ટોનની માંગ હજુ વધવાની છે. ભારત અને વિદેશોમાં
નેચરોપથી, યોગ અને વેલનેસ
સેન્ટરના વિશાળ બજારની હજુ તો શરૂઆત છે. વધતી બીમારીમાં એલોપથીની અસરો સામે પ્રાકૃતિક
ચિકિત્સા પદ્ધતિઓના અક્સિર ઉપયોગને હવે લોકો સમજી રહ્યા છે. વિદેશમાં થેરાપીસ્ટ પાસેથી
સારવાર એ સામાન્ય છે અને હવે ગુજરાત - ભારતમાં પણ ચલણ વધી રહ્યું છે. ભારતમાં વેલનેસ સેન્ટરની સંખ્યા પણ વધી રહી છે,
ત્યારે ભવિષ્યમાં આ ક્ષેત્રના નિષ્ણાતોની વધુ જરૂર પડવાની છે. આ કોર્સ
પછી યોગ ઇન્સ્ટ્રક્ટર, એડવાન્સ યોગ ઇન્સ્ટ્રક્ટર, નેચરોથેરાપીસ્ટ, ન્યૂટ્રિશિયન, ડાયેટિશિયન, વેલનેસ કોચ ફિટનેસ કોચ તરીકે નોકરીની તકો મળી શકે છે. આ ઉપરાંત વેલનેસ ડિપ્લોમા
બાદ પોતાનું સેન્ટર ઊભું કરીને સેલ્ફ એમ્પ્લોયડ - બોસ પણ બની શકાય છે. : તજજ્ઞો વધુમાં કહે છે કે, દેશમાં વેલનેસનું ક્ષેત્ર ઝડપી
વાર્ષિક 15 ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યું છે. અત્યારે ભારતનું વેલનેસ
સેક્ટર 1,00,000 કરોડનું છે અને હજુ વિકાસની વ્યાપક તકો છે, ત્યારે આ ક્ષેત્ર સાથે જોડાનારાઓની
કમાણીની તકો પણ વધવાની છે. માત્ર નોકરી નહીં, મૂડી રોકાણ સાહસિકો
સ્વતંત્ર ન્યૂટ્રિશિયન સેન્ટર અને યોગ સ્ટુડીઓ ઊભો કરીને પણ સારી કમાણી કરી શકે છે.
- ઇન્સ્ટિટયૂટ સાથે જોડાવા વિદેશી સંસ્થાઓને પણ રસ : પ્રભાવ હોલિસ્ટિક હેલ્થ ઇન્સ્ટિટયૂટના પ્રોજેક્ટ ડાયરેક્ટર હેમંતભાઈ રાંભિયા
કહે છે કે, વિશ્વમાં અત્યારે આયુર્વેદ અને નેચરોપથી
ક્ષેત્રમાં જાગૃતિ અને માંગ વધી રહી છે અને ઇન્સ્ટિટયૂટ સાથે જોડાણ મેળવવા માટે
વિશ્વની મોટી સંસ્થાઓ પણ રસ દાખવી રહી છે. બીજીતરફ, ફાઇવસ્ટાર
હોટલોમાં પણ અત્યારે નેચરોપથી વેલનેસ સેન્ટરની વધારાની સુવિધાઓ પણ ખુલી રહી છે,
જે ભવિષ્યનું આ સેક્ટરનું વિસ્તરણ દેખાડે છે. - કચ્છ યુનિ. સંલગ્ન હેલ્થ- વેલનેસ ડિપ્લોમા કોર્સ
: ડિપ્લોમા ઇન યોગા વીથ વેલનેસ એપ્લીકેશન - ડિપ્લોમા ઇન નેચરોપેથી થેરાપીસ્ટ કેપ્રિહેન્સિવ - ડિપ્લોમા ઇન નેચરોપેથી ન્યૂટ્રિશન (આ તમામ કોર્સ એક વર્ષની સમય મર્યાદાના છે, અને ધો. 12 પાસ થયા પછીના છે. તમામ કોર્સમાં 30 બેઠક સંખ્યા છે.) - નવીનત્તમ કોર્સમાં પ્રવેશ માટે સંપર્ક નંબર
: પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિને વેગ આપવા નવીનત્તમ
પ્રકારના કોર્સમાં પ્રવેશ મેળવવા માટે પ્રિયેન રાજગોર મો.નં. 97275 51554 અને 99742 14446નો સંપર્ક સાધવા ઈન્સ્ટિટયૂટના સંચાલકો દ્વારા જણાવાયું
છે.