ભુજ, તા. 26 : કચ્છના ટપાલ વિભાગ દ્વારા સ્થાનિક
હસ્તકળાના કારીગરો, કલાકારો અને
લઘુ ઉદ્યમીઓને ઘરઆંગણેથી સારી પાર્સલ બાકિંગ
અને લોજિસ્ટિક સેવા પૂરી પાડવા માટે મોબાઈલ પાર્સલ બાકિંગ વાનનો પ્રાયોગિક ધોરણે આરંભ
કરાયો છે. આ સેવાનો લાભ વધુ ને વધુ સ્થાનિક
હસ્તકળાના કારીગરો, કલાકારો અને લઘુ ઉદ્યમીઓને મળે તેવી ઇચ્છા
ડાક વિભાગે વ્યકત કરી છે. આ પાઈલટ પ્રોજેકટના અનુસંધાને ચાર દિવસ સુધી એક ખાસ વાન ભુજથી
ધમડકા સુધી દોડાવવામાં આવશે, જે અંતર્ગત માધાપર, ભુજોડી, અજરખપુર, મમુઆરા,
ધાણેટી, ચાંદ્રાણી જેવા ગામોના નાના-મોટા ગ્રાહકોને
ઘેરબેઠા પાર્સલ બાકિંગ અને પિકઅપ સેવા આપશે.
પોસ્ટ માસ્તર જનરલ રાજકોટ રિજિયનનાં માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ સેવા અંતર્ગત
આ પ્રસંગે કચ્છ ડાક અધીક્ષક પ્રકાશ જગતિયાના નિર્દેશાનુસાર ડાક નિરીક્ષક રીઝવાન ખોજાએ
પોસ્ટ માસ્તર રોશનીબેન ઠક્કર સાથે આ વાનને લીલીઝંડી આપી પદાર્પણ કરાવ્યું છે. આ પાઈલટ
પ્રોજેકટ માટે માર્કેટિંગ એક્ઝિક્યુટિવ ધવલ ઠક્કર અને ભુજ હેડ પોસ્ટ ઓફિસના પી.આર.ઓ.
(પબ્લિક રિલેશન ઓફિસર) ભરત ભગોરાએ જહેમત ઉઠાવી હતી તેમ અધીક્ષક ડાકઘર ભુજની યાદીમાં જણાવાયું છે.