• શુક્રવાર, 27 માર્ચ, 2026

શ્રીકૃષ્ણનું ધ્યાન કરવાથી પરમધામ અવશ્ય પ્રાપ્ત થાય

રશ્મિન પંડયા દ્વારા : અંજાર, તા.26 :  વૃંદાવન ખાતે વાસણભાઈ વિશાભાઇ રણમલ માતા પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ વ્રજપ્રભા ગ્રંથ પારાયણના આજે અંતિમ દિવસે વક્તા ત્રિકમદાસજી મહારાજે રસિકજનોને કથાનું રસપાન કરાવતા જણાવલું કે, આહીર કુળ હમેશાંથી પશુપાલક રહ્યો છે, તેથી વર્તમાન સમયમાં પણ આહિર સમાજનાં લોકોએ ગૌવંશનું વધુ ને વધુ પાલન કરવું જોઈએ. આજે કથાના અંતિમ દિવસે  મહારાજશ્રીએ શ્રીકૃષ્ણની ગૌ માતાઓને ચરાવવાનો પ્રસંગ,શ્રી કૃષ્ણની ગોકુળ વાસીઓ દ્વારા મંગળ આરતી, યમુના નદીના કાલી નાગ ના વિષ નો પ્રકોપ અને કાલી નાગ થી ગોકુળ વાસીઓ ને મુક્તિ, વ્રજ વાસીઓ દ્વારા ગિરિરાજ પર્વત નું પૂજન અને પ્રદક્ષિણા, ગિરિરાજ દેવ નું પ્રાગટ્ય, ઈન્દ્રજી ની કૃષ્ણજી ની ક્ષમા, ઈન્દ્રજી નો શ્રી કૃષ્ણને આલિંગન, વરુણદેવ ના સેવક દ્વારા નંદજી નો ત્રીજા પાતાળ માં સેવા, ગોવાળીયાઓ ને શ્રીકૃષ્ણ દ્વારા પરમધામ ના દર્શન, શરદપૂનમ ના કૃષ્ણ અને ગોપીઓ નો દિવ્ય રાસ, અકૃરજી દ્વારા શ્રીકૃષ્ણ અને બલભદ્ર ને મથુરા ગમન, અકૃરજી ને શ્રી કૃષ્ણ ના દિવ્ય દર્શન, અને કંસ વધ સહિત ના વિવિધ પ્રસંગો ની લીલા નો વર્ણન ત્રિકમદાસજી મહારાજ દ્વારા રસિકજનો સમક્ષ કરાયું હતું. ત્રિકમદાસજી મહારાજે  જણાવેલું કે, ભગવાન હમેશા ભક્તોના અભિમાન ને હરે છે. વ્રજ માં વ્રજ રજ, શ્રી યમુના મહારાણી (યમુના નદી), અને શ્રી ગિરિરાજ પર્વત વર્તમાન સમય માં પણ તેમનું અસ્તિત્વ અડીખમ છે. શ્રી યમુનાજી ના જળ માં પ્રભુ શ્રી કૃષ્ણ ની દિવ્યતા રહેલી છે. શ્રીકૃષ્ણ નો ધ્યાન કરવાથી પરમધામ ની અવશ્ય પ્રાપ્તિ થાય છે.  ત્રિકમદાસજી મહારાજએ આહિર સમાજને સંબોધતા સમાજ સંગઠન પર ભાર મૂક્યો હતો. ભગવાન હમેશા ભક્ત ને આધિન રહેલા છે. સાચી સેવાથી હમેશા ભગવાન રીજાય છે તેવું કહેતાં સંત, દાતા અને ભગવાનના દ્વાર હમેશા ખુલ્લા હોય છે. ભક્તો ના હિત અને કલ્યાણ માટે ભગવાન હમેશા અવતરે છે તેમ જણાવ્યું હતું. શ્રી કૃષ્ણ  64 દિવસમાં 64 લીલાઓ શીખ્યા હોવાના વર્ણન સહિતની વિવિધ બાબતો પર  તેમના દ્વારા પ્રકાશ પાડવામાં આવ્યો હતો. યજમાન પરિવાર વાસણભાઈ વિશાભાઇ માતા પરિવારના અંકિતભાઈ માતા દ્વારા કથા બદલ ત્રિકમદાસજી મહારાજ તેમજ સેવા આપનાર તમામ સેવકો નો આભાર વ્યક્ત કર્યો હતો. આયોજન માટે વાસણભાઈ વિશાભાઈ માતાનું રસિકજનો દ્વારા સન્માન કરાયું હતું. મનોરથી પરિવાર દ્વારા આ પારાયણ નિમિતે ત્રિકમદાજી મહારાજ દ્વારા સંચાલિત ગોવર્ધન નંદી શાળા અંજાર તેમજ નાગલપર ની વ્રજ ગૌશાળા ને રૂ.11 લાખ અર્પણ કર્યા હતા. કથાના વિવિધ પ્રસંગોમાં ઘોર સ્વરૂપે એકઠી થયેલ રકમ 4 લાખ 61 હજાર કથાકારને અર્પણ કરાઈ હતી. રૂ.51 હજાર બરસાણા માતાજી ગૌ શાળા માં  તેમજ સતાપર સખી મંડળ દ્વારા 40 હજાર અર્પણ કરાયા હતા.  આજરોજ કથા નિમિતે ઉપસ્થિત સુનિલ મહારાજ, કૃષ્ણ કાનજી મહારાજ, ચંદનજી મહારાજ, ધ્રુવ મહારાજ, રાકેશજી મહારાજ, યોગેશ પાઠક, ભાણબાઈ, ગિરધારીલાલ મહારાજ, યમુનાદાસજી મહારાજ સહિતનાનું ત્રિકમદાસજીના હસ્તે સન્માન કરાયું હતું. રસિકજનો, મનોરથી પરિવાર અને વક્તા દ્વારા કથાના અંતિમ દિવસે ભગવાનની 16 પ્રકારની પૂજા કરીને આ કથા પારાયણને વિરામ અપાયો હતો. 

Panchang

dd