મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 26 : નખત્રાણા
ખાતે અખિલ કચ્છ રામદેવજી મહારાજ ગ્રુપ તથા મારવાડા યુવા ફ્રેન્ડસ ગ્રુપ અને સમસ્ત મારવાડા
સમાજ નખત્રાણા દ્વારા મેઘવાળ મારવાડા સમાજના ઈષ્ટદેવ રામદેવજી મહારાજની 674મી જન્મજયંતી નિમિત્તે શોભાયાત્રાનું
નાના નખત્રાણા રામદેવજી મંદિર ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. નખત્રાણા બાબાસાહેબ
આંબેડકર પ્રતિમા સાથે પુષ્પવંદન, ત્યારબાદ
શોભાયાત્રા નખત્રાણા મારૂ વણકર સમાજ માકપટ સમાજવાડી ખાતે મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું
હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજજનો જોડાયા હતા. મુખ્ય યજમાન તરીકે ખીમજીભાઈ
ખંભુએ હાજરી આપી હતી તેમજ આમંત્રિત મહેમાનો તરીકે રવિભાઈ ગરવા, હિતેશભાઈ મહેશ્વરી, ઉત્પલાસિંહ જાડેજા, અમરત ગરવા, દામજીભાઈ ખોખર, નરશી
બુચિયા, બાબુભાઈ ગરવા, ભોજાભાઈ બુચિયા,
મોહન સીજુ, દેવજી સીજુ, ગાવિંદ
જેપાર, સંકર કુંવટ તથા ડાયાલાલ ગોરડિયાએ હાજરી આપી હતી. આયોજન
અખિલ કચ્છ રામદેવજી મહારાજ ગ્રુપના સંસ્થાપક ભરત એન. બુચિયા, જયંત મારવાડા, અનિલ ગોરડિયા, બ્રિજેશ
બુચિયા, કિશોર જયપાલ, હરેશ મારવાડા અને
દિનેશ સીજુનાં માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરાયું હતું. નાના નખત્રાણા, રામદેવનગર તથા ગણેશનગર મારવાડા સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓએ પણ સહયોગ આપ્યો
હતો. નખત્રાણા પોલીસ પરિવાર દ્વારા બંદોબસ્તની
સેવા મળી હતી.