• શનિવાર, 28 માર્ચ, 2026

પૂર્વ કચ્છ આરટીઓમાં `એકડો' 5.55 લાખમાં ફાળવાયો

ગાંધીધામ, તા. 26 : જીવનના દરેક તબક્કામાં નંબરનું  મહત્ત્વ  રહેલુ છે. લોકો  જુદી-જુદી જગ્યાએ પસંદગીના તથા પોતાના માટે શુભ ગણાતા અંકો  રાખવાની પસંદગી  કરતા હોય છે. અંજારમાં આવેલી પૂર્વ કચ્છ આરટીઓ કચેરીમાં ફોરવ્હીલરની નવી શ્રેણીના પ્રથમ નંબરનું રૂા. 5.55 લાખમાં વેચાણ થયું હતું. અંજારમાં કાર્યરત પૂર્વ કચ્છ પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરીમાં  સમયાંતરે વાહનો માટે નવી શ્રેણી ખોલવામાં આવતી હોય છે. એક અંદાજ મુજબ આ આરટીઓ કચેરીમાં અંદાજિત 1.20 લાખ  જેટલાં વાહનોની નોંધણી  થઈ ચૂકી છે. તાજેતરમાં   આરટીઓ વિભાગ દ્વારા ફોરવ્હીલર વાહનો માટે  જીજે-39ની સીડી નવી શ્રેણી ખોલવામાં આવી હતી, જેમાં  પસંદગીના નંબર મેળવવા માટે અધધધ બોલી બોલાઈ હતી અને સરકારી તિજેરીમાં આવકમાં વધારો થયો હતો. નવી શ્રેણીમાં પસંદગીના નંબરો માટે  હરાજી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં જીજે-39-સીડી-0001 નંબર માટે સૌથી વધુ ઊંચી રકમ રૂા. 55,5000 સાથે ફાળવણી કરવામાં આવી હતી.આ પ્રક્રિયા દરમ્યાન જીજે-39-સીડી-0009 નંબર માટે રૂા. 3.79 લાખ તેમજ જીજે-39-સીડી-1111 નંબર માટે રૂા. 3.5 લાખ, જીજે-39-સીડી-0003 માટે રૂા. 1.21 લાખ, જીજે-39-સીડી-0007 માટે રૂા. 1.15 લાખ નંબરપ્રેમીઓએ ચૂકવ્યા હતા. આ ઉપરાંત જીજે-39-સીડી-0111 નંબર રૂા. 1.1  લાખ, જીજે-39-સીડી-7777  નંબર  રૂા. 99 હજાર અને જીજે-39-સીડી-3939 નંબર રૂા. 70 હજારની ચુકવણી બાદ ફાળવવામાં આવ્યા હતા. પસંદગીના નંબર લેવા માટે જીજે-39-સીડી-9999 માટે રૂા. 2.11 લાખની  બોલી બોલાઈ હતી, જેની ચુકવણી બાદ તંત્ર દ્વારા આ નંબર વાહનમાલિકને ફાળવવામાં આવશે. આર.ટી.ઓ વિભાગ દ્વારા  ખોલવામાં આવેલી શ્રેણીમાંથી સીડી શ્રૃંખાલામાં નોંધપાત્ર આવક થઈ હતી. 

Panchang

dd