આદિપુર, તા. 14 : સિંધી સાક્ષર ભેરુમલ અડવાણીની
150ની જન્મજયંતીની ઉજવણી નિમિત્તે
અમદાવાદના લેખકનાં બે પુસ્તકનું તાજેતરમાં આદિપુર ખાતે વિમોચન કરાયું હતું. અમદાવાદના
સિંધી સાહિત્યકાર ડો. જેઠો લાલવાણી અનેક વર્ષોથી
કચ્છ સાથે સબંધ ધરાવે છે. સિંધી સાક્ષરની જન્મજયંતીની
ઉજવણી નિમિત્તે તેમના દ્વારા લિખિત બે પુસ્તક
`રચના સંસાર' અને `ચૂંડ મકાલા' (ચૂંટેલા નિબંધો)નું વિમોચન કરાયું
હતું. `રચના સંસાર'માં
ડો. લાલવાણીના લેખો, નિબંધોનું સંપાદન તેમના દીકરી ડો.
તમન્ના લાલવાણીએ કર્યું છે. `ચૂંડ મકાલા'નાં વિમોચનમાં નગરના ધારાશાત્રી રાજકુમાર લાલચંદાણી, અગ્રણીઓ કુમાર રામચંદાણી, પ્રેમ લાલવાણી, વીમ્મી સદારંગાણી, મંજૂ મીરવાણી, માધવી ચૈનાનીએ સહકાર આપ્યો હતો. `રચના સંસાર'માં 144 પાનામાં 31 લેખ આવેલા છે. બીજા
પુસ્તક `ચૂંડ મકાલા'માં
240 પુષ્ઠ ઉપર 19 નિબંધ પ્રસરેલા છે,
જેમાં સિંધના શૂરવીર અમર શહીદ,સિંધી લોકોના પહેરવેશ,
સિંધી સિંધી ભગત પરંપરા સ્વતંત્રતા
બાદ ભારતમાં લિખિત સિંધી સાહિત્ય, ગુજરાતમાં સિંધી નિબંધ લેખન, ગુજરાત સિંધી સ્વતંત્રતા સૈનાની, વિગેર
સંશોધાત્મક લેખો, નિબંધોનો
સમાવેશ કરાયો છે. બન્ને પુસ્તક સિંધી લિપિમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કેધ ડો. જેઠો
લાલવાણીએ કચ્છ બન્નીમાં સિંધી લોકગીતો ઉપર
સંશોધન કરીને મુંબઈ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની
પદવી મેળવી છે. 1945થી આજ દિન
સુધી તેઓ સાહિત્ય સર્જન ક્ષેત્રે સક્રિય છે અને 100 જેટલાં પુસ્તક લખી ચુક્યા છે. સાહિત્ય મેળામાં ભાગ લેવા અનેક
વખત કચ્છ આવ્યા છે.