• ગુરુવાર, 05 માર્ચ, 2026

મોટી તુંબડીમાં પાણી પુરવઠા લાઈન દ્વારા ગંદાં પાણી વિતરણની રાવ

મુંદરા, તા. 3 : તાલુકાના મોટી તુંબડી ગામનાં તળાવનું  ગંદું, દુર્ગંધવાળું પાણી જૂથ પંચાયત પાણી પુરવઠા લાઈનો દ્વારા ગામના ટાંકામાં ભરી લોકોના પીવા માટે ઉપયોગમાં વિપરિત કરાતું હોવાની અને તેનાથી લોકોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઊભો થયાની ગંભીર ફરિયાદ ઊઠી છે.  મોટી તુંબડીના અગ્રણી અને ધારાશાત્રી ગજરાજાસિંહ જાડેજાએ મુંદરા તાલુકા વિકાસ અધિકારીને મોટી તુંબડીના રહેવાસીઓની ફરિયાદના આધારે પાઠવેલા પત્રમાં જણાવ્યું કે, ગામના ભૂતનાથ મંદિર નીચે આવેલાં તળાવમાંથી કાદવવાળું પાણી નાની-મોટી તુંબડી જૂથ ગ્રામ પંચાયત પાણી પુરવઠા યોજના દ્વારા ગામના ટાંકામાં ભરીને પીવડાવાય છે, જે બંધ થવું જોઈએ. પત્રમાં વધુમાં ચોંકાવતા આરોપો મુકાયા હતા કે, ખરેખર તુંબડીને પીવાલાયક પાણીના શુદ્ધ બોર માટે ચુનડીમાં બોરની ગ્રાન્ટ મંજૂર થઈ હતી, પરંતુ નાની - મોટી તુંબડી વચ્ચે ખેતીની જમીનમાંથી પાઇપલાઇન નાખી ચોરી થઈ રહી છે !, શુદ્ધ પાણીથી ખાનગી ખેતી કરી કરાય છે ને ગામના લોકોને મોટી તુંબડી નાગમતી નદી તળાવનાં તળાવનું કીચડવાળું પાણી પાઇપથી ખેંચીને પીવડાવાય છે. તાત્કાલિક આ ચોરી અટકાવવામાં આવે તેમજ તળાવમાંથી પાણી ખેંચવાને બદલે શુદ્ધ પાણી વિતરણ શરૂ કરવામાં આવે.  ધારાશાત્રીએ આ મુદ્દે આ વિસ્તારના ધારાસભ્ય તેમજ તલાટીનું પણ ધ્યાન દોર્યું હોવાનું કહીને ઉમેર્યું કે, તેઓ દ્વારા યોગ્ય કાર્યવાહીની ધરપત મળી હતી. 

Panchang

dd