મોટી રાયણ (તા. માંડવી), તા. 9 : મોટી
રાયણ મહેશ્વરી સમાજની દીકરી મિત્તલ ગોવિંદભાઇ મહેશ્વરી (મારાજ)એ સીઆઇએસએફ મિલિટરી
ફોર્સમાં પસંદગી મેળવી પરિવાર,
સમાજ તથા સમગ્ર રાયણ ગામનું
નામ ઉજ્જવળ કર્યું છે. મિત્તલબેન ભારતીય સુરક્ષા દળમાં જોડાઇ દેશસેવા કરશે એ ગૌરવ
સાથે રાયણ ગામે આનંદ વ્યકત કર્યો હતો. સરપંચ મંજુલાબેન સીજુ, મહેશ્વરી સમાજના પ્રમુખ જેઠાલાલ સીજુ, માયારામ ધેડા,
પેરાજ કેનિયા, બાબુલાલ ચૂંયા, સુરેશ માતંગ, રમેશ કેનિયા, જયેશ
દનિચા અને જિજ્ઞેશ માતંગે સન્માન કર્યું હતું.