• ગુરુવાર, 05 માર્ચ, 2026

14મી ફેબ્રુઆરીએ રાપર ગુરૂકુળમાં માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજાશે

રાપર,તા.6 : અહીંના ગુરૂકુળના રજત જયંતીના ઉપલક્ષમાં તા.14/2 ના  માતૃ-પિતૃ વંદના સહિતના કાર્યક્રમો યોજાશે. સવારે 8:30 વાગ્યે ઠાકોરજીનો અભિષેક અને અન્નકૂટ, 9:00 વાગ્યે વિદ્યાર્થીઓ શાસ્ત્રોક્ત વિધિથી પોતાના માતા-પિતાનું પૂજન, રાત્રે 7:30 વાગ્યે દીકરીઓ દ્વારા વિવિધ રાજ્યોના લોકનૃત્ય અને  'અંધશ્રદ્ધા' તેમજ 'શિક્ષણ અને સંસ્કાર' જેવા વિષય ઉપર કૃતિઓ પ્રસ્તુત કરશે.  તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવામાં  આવશે.રાપર ગુરુકુળને 25 વર્ષ પૂર્ણ થતાં આગામી રજત જયંતિ મહોત્સવના 'લોગો'નું અનાવરણ સાથે  રાપર ગુરુકુળ દ્વારા વાગડના શિક્ષણ જગતમાં નવા સોપાનની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ પ્રસંગે સ્વામી બાલકૃષ્ણદાસજી આદિ સંત મંડળ,કચ્છ સંસદસભ્ય વિનોદભાઈ ચાવડા, મંત્રી ત્રિકમભાઈ છાંગા અને રાપર વિધાનસભાના ધારાસભ્ય વિરેન્દ્રાસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહેશે તેવુ એક યાદીમાં જણાવવામાં આવ્યું  છે. 

Panchang

dd