નવી દિલ્હી, તા. 16 : ચૂંટણીપંચે
સુપ્રીમ કોર્ટને ખાતરી આપી છે કે, સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન
(સર) દરમિયાન ડ્રાફ્ટ વોટર લિસ્ટમાં નામ કપાય તો કોઈપણ ડર વગર ફોર્મ-6 ભરીને
ફરીથી વોટર તરીકે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ચૂંટણીપંચે સ્પષ્ટ કર્યું છે કે, માત્ર આ આધાર પર તેમની સામે કોઈ ફોજદારી કેસ ચલાવવામાં નહીં આવે કે તેમનું
નામ અગાઉના વોટર લિસ્ટમાં હતું, પરંતુ જઈંછ દરમિયાન બહાર પાડવામાં
આવેલા ડ્રાફ્ટ લિસ્ટમાં ન આવ્યું. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલાં સોગંદનામાંમાં
ચૂંટણીપંચે જણાવ્યું છે કે, આ સ્પષ્ટતાનો સ્થાનિક ભાષાઓમાં પણ
વ્યાપક પ્રચાર કરવા માટે તમામ રાજ્યોના મુખ્ય નિર્વાચન અધિકારીઓ (સીઇઓ)ને સૂચના આપવામાં
આવી છે. પંચના જણાવ્યા પ્રમાણે કેટલાક લોકોને એવી આશંકા હતી કે, અગાઉ વોટર રહી ચૂકેલી વ્યક્તિનું નામ ડ્રાફ્ટ લિસ્ટમાં ન આવ્યા બાદ ફોર્મ-6 ભરવા
પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 31 હેઠળ
તેની સામે કાર્યવાહી થઈ શકે છે. પંચે સ્પષ્ટ કર્યું છે કે, આવા લોકો પર ફોર્મ-6 ભરવા માટે કેસ ચલાવવામાં આવશે
નહીં,
શરત એટલી છે કે, તેમનું નામ અગાઉથી કોઈ અન્ય લોકસભા
કે વિધાનસભા મતવિસ્તારના વોટર લિસ્ટમાં નોંધાયેલું ન હોવું જોઈએ અને ફોર્મમાં આપેલી
ઘોષણા કાયદા મુજબની હોવી જોઈએ. પંચે જણાવ્યું છે કે, તેણે એવા
વોટર્સને પણ ફરીથી જોડવા માટે પગલાં લીધાં છે, જેમને અજઉઉ એટલે
કે ગેરહાજર, સ્થળાંતર કરનાર, મૃત અથવા ડુપ્લિકેટ
શ્રેણીમાં રાખવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે પણ આવા છૂટી ગયેલા વોટર્સ સુધી પહોંચવાનું
સૂચન કર્યું હતું. ચૂંટણીપંચે 6 નવેમ્બર 2026ના
રોજ સરવાળા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય નિર્વાચન અધિકારીઓને આ અંગે નિર્દેશો
જારી કર્યા હતા. આ અંતર્ગત વોટર પોતાનું ભરેલું એન્યુમરેશન ફોર્મ પોતાના વર્તમાન સામાન્ય
નિવાસ વિસ્તારના ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર, સહાયક ઈલેક્ટોરલ
રજિસ્ટ્રેશન ઓફિસર અથવા બૂથ લેવલ ઓફિસરને આપી
શકે છે.