• રવિવાર, 15 નવેમ્બર, 2026

કર્ણાટક કોંગ્રેસ વિ. તામિલનાડુ કોંગ્રેસ !

બેંગ્લુરુ, તા. 14 : કર્ણાટક જે પરિયોજના માટે જોર લગાવી રહ્યું છે અને તામિલનાડુ જેનો વિરોધ કરે છે એ કાવેરી નદી પર મેકેદાતુ બંધના વિવાદ મુદ્દે કોંગ્રેસ સામે કોંગ્રેસની પરિસ્થિતિ સર્જાઈ છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે, તો તામિલનાડુમાં પણ કોંગ્રેસ એ સરકારનો ભાગ છે જેનું નેતૃત્વ વિજય કરી રહ્યા છે. તામિલનાડુ કોંગ્રેસના અધ્યક્ષ મણિક્કમ ટાગોરે કાવેરી જળ વિવાદ મુદ્દે કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારના નિવેદનોની આકરી ટીકા કરી છે. તેમણે શિવકુમાર પર અડિયલ વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો છે. જે તામિલનાડુના ખેડૂતોના હિતોની વિરુદ્ધ છે અને તે જરાય સ્વીકાર્ય નથી. આ પ્રતિક્રિયા મુખ્યમંત્રી શિવકુમારના એ આગ્રહના એક દિવસ પછી આવી છે, જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કેન્દ્ર સરકાર પાસે પ્રસ્તાવિત મેકેદાતુ પરિયોજના માટે જરૂરી કાયદાકીય મંજૂરીઓમાં ઝડપ લાવવા માટે કહ્યું હતું. કર્ણાટકના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સાહેબ, તમે હમણા કાવેરી પર બંધ જોયો. સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો છે કે, મેકેદાતુનું નિર્માણ કર્ણાટકમાં થવાનું છે અને તેને કોઈ રોકી નહીં શકે. અમે ઈચ્છીએ છીએ કે તમે અમને કાયદાકીય મદદ કરો : આ નિવેદન સામે ટાગોરે `એક્સ' પર લખ્યું હતું કે, શિવકુમાર એવા નિવેદન આપે છે જે સુપ્રીમ કોર્ટના નિર્ણય અને કાવેરી જળ વિવાદ ન્યાયાધીકરણના છેલ્લા નિર્ણયને અવગણે છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd