• રવિવાર, 15 નવેમ્બર, 2026

`ભારત પર બીજા દેશોની તુલનાએ ઓછો ટેરિફ'

નવી દિલ્હી, તા. 14 : અમેરિકાએ ભરોસો આપ્યો છે કે, પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર સમજૂતી હેઠળ ભારતને બીજા દેશોની તુલનાએ ટેરિફમાં ફાયદો મળશે. સરકારના એક વરિષ્ઠ અધિકારી દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી. જો કે, અધિકારીએ સાફ કર્યું હતું કે, ભારતને મળનારો ફાયદો અંતિમ ટેરિફ વ્યવસ્થા ઉપર નિર્ભર રહેશે. વર્તમાન સમયે બંને દેશ વેપાર સમજૂતીના પહેલા તબક્કા અને પૂરી સમજૂતીને અંતિમ રૂપ આપવા માટે વાતચીત કરી રહ્યા છે. અધિકારી અનુસાર અમેરિકાએ ભારતને આશ્વાસન આપ્યું છે કે, વેપાર સમજૂતીમાં પ્રતિસ્પર્ધી દેશોના મુકાબલે સારી ટેરિફ વ્યવસ્થા રાખવામાં આવશે. જો કે, અંતિમ ટેરિફ માળખું કેવી રીતે તૈયાર થાય છે તે ધ્યાને રાખવું પડશે.  સરકારી અધિકારી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ભારત ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી વ્યાપાર સમજૂતીના પહેલા તબક્કાને પૂરો કરવા માગે છે. આ માટે બંને દેશ એક સાથે બે સ્તરે વાતચીત કરી રહ્યા છે. પહેલી વાતચીત સમજૂતીના શરૂઆતી તબક્કાને અંતિમ રૂપ આપવા ઉપર કેન્દ્રીત છે, જ્યારે બીજીમાં વ્યાપાર દ્વિપક્ષીય વ્યાપાર સમજૂતીના બાકી મુદ્દે ચર્ચા માટે થઈ રહી છે. અધિકારી અનુસાર ભારત સામે અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિ કાર્યાલય તરફથી શરૂ કરવામાં આવેલી બીજી તપાસનું પરિણામ હજી બાકી છે. તેવામાં ટેરિફને લઈને અંતિમ સ્થિતિ આ તપાસના પરિણામ અને બંને દેશ વચ્ચે નક્કી થનારી શરતો બાદ જ સાફ થઈ શકશે. વધુમાં કહેવામાં આવ્યું હતું કે, વ્યાપાર સમજૂતીના શરૂઆતી પેકેજમાં સેવાઓ સંબંધિત મુદ્દાને સામેલ કરવામાં આવશે નહીં. આ મુદ્દે બીજા તબક્કામાં વાતચીત કરવામાં આવશે અને વ્યાપક સમજૂતીનો હિસ્સો બનાવવામાં આવશે. અંતિમ સમજૂતીનું સ્વરૂપ એક કાનૂની દસ્તાવેજો જેવું રહેશે, જેમાં અલગ-અલગ વિષયો સંબંધિત એનેક્સચર પણ સામેલ કરવામાં આવશે, જ્યારે કસ્ટમ અને વેપારને સરળ બનાવવા માટે અલગ શ્રેણી રહેશે. જેનો હેતુ બંને દેશ વચ્ચે સામાનના આયાત-નિકાસ સંબંધિત પ્રક્રિયાઓ અને કસ્ટમ ડયૂટી વ્યવસ્થા અંગે નિયમ નક્કી કરવાનો રહેશે. આ પહેલાં વાણિજ્ય મંત્રાલયના અધિકારી તરફથી કહેવામાં આવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે ગયા સપ્તાહમાં કસ્ટમ અને વ્યાપાર સુવિધા સંબંધિત મુદ્દે વાતચીત થઈ હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd