નવી દિલ્હી, તા. 2 : સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં સાત અને આઠ
નવેમ્બર બે દિવસ ગ્રીન ફટાકડા ફોડવાની છૂટ આપી દીધી હતી. જો કે, માત્ર સવારે છથી સાત અને રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે તેવું અદાલતે
જણાવ્યું હતું. સર્વોચ્ચ અદાલતે આ છૂટ 1પમી ઓકટોબર, 2025ના દિવસે અપાયેલા અદાલતના છેલ્લા આદેશ અનુસાર
આપી છે. સુપ્રીમ કોર્ટે હોસ્પિટલો, નર્સિંગ હોમ, પ્રાથમિક અને જિલ્લા સ્વાસ્થય
કેન્દ્રો, વૃદ્ધાશ્રમો તેમજ અધિસૂચિત સાયલન્સ ઝોનના 300 મીટરના દાયરામાં ફટાકડા પર રોક મૂકી હતી.અદાલતે નિર્દેશ આપ્યો હતો કે, આ સ્થળોની સાથે શૈક્ષણિક સંસ્થાઓને
પણ `નો ક્રેકર
ઝોન' ઘોષિત કરવાની રહેશે. સુપ્રીમે
વીતેલા વર્ષે 1પ ઓકટોબરના દિલ્હી-એનસીઆરમાં ફટાકડા ફોડવાના સંબંધમાં
આદેશ આપ્યો હતો. ત્યારે પણ બે દિવસ ગ્રીન ફટાકડા
ફોડવાની છૂટ આપી હતી. ગ્રીન ફટાકડામાંથી ઓછા ધુમાડા નીકળે છે અને સામાન્ય ફટાકડા
કરતાં ઓછું પ્રદૂષણ ફેલાતું હોવાથી તેની છૂટ આપી શકાય છે. મામલામાં કોર્ટને મદદ કરી
રહેલા એમીકસકયુરી અને વરિષ્ઠ વકીલ ઉતરા બબરે વાયુ પ્રદૂષણથી થતાં આરોગ્ય સંબંધિત નુકસાન
વિશે કોર્ટને માહિતગાર કર્યા હતા.