ભુજ, તા. 30 : અમેરિકાના સપ્ટેમ્બરના મોંઘવારીના આંકડા અપેક્ષા
કરતાં ઊંચા આવતાં મોંઘવારીના કારણે ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બરમાં વ્યાજદર વધી શકે
તેવી ધારણાએ સ્થાનિક બજારમાં સોનામાં 2300 અને ચાંદીમાં આઠ હજારનો કડાકો બોલી ગયો હતો. અમેરિકાની આર્થિક વૃદ્ધિ અપેક્ષા
કરતાં સારી રહી હતી,
જેના કારણે વ્યાજદર લાંબા સમય સુધી ઊંચા રહી શકવાની શક્યતા વધવાથી સોના-ચાંદીમાં
નકારાત્મકતાએ જોવા મળી હતી. બીજીબાજુ ડોલર મજબૂત રહેવાથી અને અમેરિકી બોન્ડ યીલ્ડ વધવાથી
રોકાણકારોનું સોના તરફ આકર્ષણ ઘટયું હતું. ચાંદીમાંયે ઔદ્યોગિક માંગની ચિંતા અને મોટા
રોકાણકારોએ નફો બૂક કરતાં તેમજ ટેકનિકલ લેવલ તૂટતાં મોટો ગાબડું પડયું હતું. સ્થાનિક
બુલિયન બજારમાં દસ ગ્રામ સોનું 999ના ભાવોમાં રૂા. 2300નો
ઘટાડો થઈ 1,44,300 ભાવ રહ્યા હતા, તો ચાંદી ચોરસા એક કિલોના ભાવો
રૂા. 8000 ઘટી 1,85,000ના ભાવ રહ્યા હતા.