• શનિવાર, 31 ઑક્ટોબર, 2026

માંડવી તાલુકાના તમામ જળાશયો નર્મદા નીરથી ભરવાનું આહ્વાન

ગઢશીશા, તા. 30 : માંડવી તાલુકાના સૌથી મોટા ગઢશીશા ગામે રસ્તા, પાણી, શેડ, શૌચાલય અને હાઇસ્કૂલના રૂમ જેવી વિવિધ સુવિધાના ખાતમૂહુર્ત તથા લોકાર્પણ પ્રદેશ ભાજપ મહામંત્રી તથા ધારાસભ્ય અનિરુદ્ધ દવેના હસ્તે કરાયા હતા. આ તકે માંડવી તાલુકાના તમામ જળાશયોને નર્મદા નીરથી ભરી દેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઇ હતી. અંબાજી મંદિરના પૂ. ચંદુમાના હસ્તે દીપ પ્રાગટય અને આશીર્વચન બાદ ખુલ્લા મૂકાયેલા કાર્યક્રમમાં ગઢશીશા ઉપરાંત વિસ્તારના લોકો પણ જોડાયા હતા.ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ કહ્યું હતું કે, કચ્છ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરાયો છે ત્યારે આ આફતને અવસરમાં પરિવર્તિત કરવા જણાવી તમામ ગામોના સરપંચો તથા પ્રકૃતિપ્રેમી અને કિસાનોને ગામોના તળાવો જળાશયો ઊંડા કરી ખાણેત્રા કરી નર્મદાના જળથી ભરવા આહ્વાન કર્યું હતું. ગઢશીશા ગામના સાર્વજનિક પાણી પુરવઠા ટ્રસ્ટના પ્રમુખ સુનીલભાઇ ચોથાણી તથા સરપંચ કોમલબેન સંજયગિરિ ગોસ્વામી દ્વારા સાર્વજનિક પાણી પુરવઠા ટ્રસ્ટ માટે પાણીના વહન માટેની લાઇનો મોટી કરવા તથા બે પાણીના નવા બોર પણ સરકારની વિવિધ યોજનામાંથી મંજૂર કરાવવા બદલ ધારાસભ્યનો આભાર વ્યક્ત કરાયો હતાહે. તાલુકા સંગઠન પ્રમુખ સામતભાઇ ગઢવી, સરપંચ કોમલબેન ગોસ્વામી, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન બળવંતસિંહ જાડેજા, તા.પં. સદસ્યો અંકિતગિરિ ગોસ્વામી, પાલાભાઇ રબારી, તાલુકા ભાજપ મંત્રી ખુશીબેન ચોથાણી, એપીએમસી ચેરમેન ભાઇલાલ છાભૈયા, અગ્રણી સુનીલભાઇ ચોથાણી, ઉપસરપંચ વિજય છાભૈયા, બટુકસિંહ જાડેજા, વલ્લભજી છાભૈયા, કાનજીભાઇ સંગાર, કેશવજી રોશિયા, તાલુકા ભાજપ મહામંત્રી મહેન્દ્ર રામાણી, તાલુકા વિકાસ અધિકારી મયૂરકાંત પરમાર, નાયબ કલેક્ટર નિશાબા જાડેજા, વિજયદાન ગઢવી, શાંતિલાલ આચાર્ય વગેરે હાજર રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd