• શનિવાર, 31 ઑક્ટોબર, 2026

ખેડોઇની વાડીમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ : 1.44 લાખનું પ્રવાહી જપ્ત

ગાંધીધામ, તા. 30 : અંજાર તાલુકાના મોટી ખેડોઇ ગામની ભીમનાથ મહાદેવવાળી સીમમાં એક વાડામાં દેશી દારૂની ભઠ્ઠી ગાળતા શખ્સને પોલીસે પકડી પાડયો હતો. અહીંથી પોલીસે ગરમ, ઠંડો આથો, તૈયાર દેશી દારૂ કિંમત રૂા. 1,44,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંજારની સ્થાનિક ટીમ ગત સમીસાંજે ખેડોઇ બાજુ પેટ્રોલિંગમાં હતી, દરમ્યાન ભીમનાથ મહાદેવવાળી સીમમાં પોતાની વાડીમાં વિજયરાજસિંહ જાડેજા દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ગાળતો હોવાની પૂર્વ બાતમી મળી હતી. પોલીસે આ વાડીએ પહોંચી મોટી ખેડોઇમાં ક્ષત્રિય સમાજવાડી ભવન પાછળ રહેતા વિજયરાજસિંહ  નરપતસિંહ જાડેજા નામના શખ્સને પકડી પાડયો હતો. આ શખ્સના કબજાની વાડીમાં આવેલા રૂમમાં તપાસ કરાતાં ઇલેક્ટ્રિક સગડી ઉપર બેરલો મૂકી દેશી દારૂ બનાવવામાં આવી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું. આ રૂમમાંથી ગરમ આથો 300 લિટર તથા અન્ય ઓરડીમાંથી 200 લિટરની ક્ષમતાવાળા બેરલ નંગ - 6માં 1200 લિટર ઠંડો આથો તથા અખાદ્ય ગોળની ભીલી નંગ 100 તેમજ ઓરડી પાછળ બાવળની ઝાડીઓમાંથી 200 લિટરના કેરબા નંગ સાતમાંથી 1400 લિટર ઠંડો આથો અને 20 લિટરની ક્ષમતાવાળા 16 કેરબામાંથી તૈયાર દેશી દારૂ 320 લિટર એમ કુલ રૂા. 1,44,800નો પ્રવાહી મુદ્દામાલ મળી આવ્યો હતો. આથો, દારૂના નમૂના લઇ ત્યાં અન્ય જથ્થો ઢોળી દઇ બેરલોમાં તોડફોડ પોલીસે કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd