• શનિવાર, 31 ઑક્ટોબર, 2026

આદિપુરમાં મકાન સોદા પેટેના પૈસા પરત ન આપતાં ફરિયાદ

ગાંધીધામ, તા. 30 : આદિપુરમાં મકાનના સોદા પેટે રૂા. પાંચ લાખની સૂથી લઇ દસ્તાવેજ ન કરી આપી તથા સૂથીની રકમ પરત ન આપતા બનાવ અંગે ગુનો દર્જ થયો હતો. આદિપુરના વોર્ડ 3-એમાં રહેનાર ફરિયાદી નરસંગ ચેલા ચૌધરી નામના યુવાન વેપારીને મકાન વેચાતું લેવાનું હોવાથી કુટુંબી કાકા લક્ષ્મણભાઇને વાત કરી હતી. જ્ઞાનદીપ સોસાયટીમાં આવેલ મકાન નરેન્દ્ર તુલસીદાસ ઇનાની (સિન્ધી) (રહે. વડોદરા)ને મકાન વેચવું હોવાથી તેનાથી વાત કરાઇ હતી. આ શખ્સે 46 લાખમાં મકાન આપવા તથા પાંચ લાખ સૂથી પેટે આપવા કહ્યું હતું. જેથી ફરિયાદીએ સૂથી પેટે પાંચ લાખ આર.ટી.જી.એસ. મારફતે આરોપીને આપી દીધા હતા. બાદમાં દસ્તાવેજ કરી આપવાનું કહેતાં તે ખોટા વાયદા, બહાના કરતો હતો. બાદમાં દસ્તાવેજ ન કરી આપો તો સૂથીની રકમ પરત કરવાનું કહેતાં તેણે આ રકમ પરત આપી ન હતી. બનાવ અંગે પોલીસે ગુનો દર્જ કરી તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd