નવી દિલ્હી, તા. 6 : સુપ્રીમ કોર્ટે
એક ઐતિહાસિક ફેંસલામાં મહિલાના પ્રજનન સંબંધિત અધિકાર અને આઝાદીને સર્વોપરી માન્યા
હતા. સુપ્રીમે શુક્રવારે એક 18 વર્ષીય કન્યાને
30 સપ્તાહનો ગર્ભ સમાપ્ત કરવાની
મંજૂરી આપી હતી. સર્વોચ્ચ અદાલતે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, કોઇ પણ મહિલાને તેની ઇચ્છા વિરુદ્ધ ગર્ભાવસ્થા
જારી રાખી, માતા બનવા મજબૂર ન કરી શકાય. ન્યાયમૂર્તિ બી. વી.
નાગરત્નાના વડપણવાળી ખંડપીઠે બોમ્બે હાઇકોર્ટના એ આદેશને રદ કરી નાખ્યો હતો,
જેમાં ગર્ભપાતની છૂટ નહોતી અપાઇ. હાઇકોર્ટે સૂચન કર્યું હતું કે,
જન્મ આપી, બાળક દત્તક દઇ દેવાય, સુપ્રીમે તેના પર કડક ટિપ્પણી કરતાં આ વાત કરી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું
હતું કે, કોઇ પણ અદાલત ત્રીને ગર્ભાવસ્થા જારી રાખવા માટે દબાણ
ન કરી શકે. ગર્ભાવસ્થા જારી રાખવી યુવતી માટે માનસિક અને શારીરિક રીતે પીડાકારી રહેશે,
તેવું કોર્ટે કહ્યું હતું. સુપ્રીમે સહમતી સાથે કહ્યું હતું કે,
અરજદારના અધિકારની રક્ષા જરૂરી છે. વકીલે તર્ક આપ્યો હતો કે,
ગેરકાયદે બાળકને જન્મથી સામાજિક કલંકનો યુવતીને આઘાત લાગશે.