નવી દિલ્હી, તા. પ : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર
મોદી પર પ્રહાર કરતાં સવાલ ઊઠાવ્યો હતો કે, માત્ર સવાલોથી આટલો
ગભરાટ કેમ ? મોદીજી
સચ્ચાઈથી એ હદે ડરી ગયા કે, જુઠાણાનું શરણ લઈ નાખ્યું. ખૈર,
જે ઉચિત સમજ્યું તે જ કર્યું, તેવા પ્રહાર રાહુલે
કર્યા હતા. વડાપ્રધાન મોદીનાં ભાષણ દરમ્યાન વિપક્ષી સભ્યોનાં ગૃહમાંથી વોક આઉટ બાદ
કોંગ્રેસ સાંસદે કહ્યું હતું કે, પીએમ મોદી ડરેલા છે.