• શનિવાર, 22 નવેમ્બર, 2025

આઈએસઆઈએસનો ઝંડો મળી આવ્યો

અમદાવાદ, તા. 21 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ) દ્વારા 9 નવેમ્બરના ત્રણ શંકાસ્પદ આઇએસઆઇએસ સાથે જોડાયેલા આતંકીઓની ધરપકડ કરી હતી. ત્યારે હવે આતંકીઓની તપાસ દરમિયાન કેટલાક ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. જેમાં આઇએસઆઇએસનો ઝંડો, એક્રિપ્ટેડ ડિજિટલ કોમ્યુનિકેશન મેન્યુઅલ અને ગુપ્ત હિલચાલના સીસીટીવી ફૂટેજ સહિત ગુનાહિત પુરાવાઓ મળી આવ્યા હતા. આતંકી ડૉ. અહેમદે ભારતમાં ખૂબ મોટી ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર રચ્યું હતું. માત્ર એટલું જ નહીં, હરિદ્વારના મંદિરોમાં રેકી પણ કરી હતી. વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે તારણો પશ્ચિમ ભારતમાં તેની હાજરી ફરીથી બનાવવાનો પ્રયાસ કરી રહેલા `સંગઠિત, ગુપ્ત મોડ્યુલ` સૂચવે છે. ધરપકડ બાદ એટીએસ ટીમોએ આરોપી મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાનના રહેણાંકની તપાસ કરી હતી. જ્યાં કાળો આઇએસઆઇએસનો ઝંડો, અનેક મોબાઇલ ઉપકરણો, હાર્ડ ડ્રાઇવ અને મેમરી કાર્ડ મળી આવ્યા. આ સામગ્રીઓ મળવાથી એટીએસને મોટી સફળતા મળી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સુહેલ વિદેશી હેન્ડલર્સ પાસેથી સૂચનાઓ મેળવી રહ્યો હતો કે રાજ્યમાં કટ્ટરપંથી સામગ્રી ફેલાવી રહ્યો હતો, તે અંગે એજન્સી તપાસ કરી રહી છે. ધરપકડ કરાયેલા અન્ય એક શંકાસ્પદ આતંકી આઝાદ સુલેમાન શેખની પૂછપરછમાં એક ચોંકાવનારી વાત બહાર આવી છે કે, સુહેલે ધરપકડ પહેલાં તેને કથિત રીતે એક પાર્સલ મોકલ્યું હતું. પાર્સલની સામગ્રી જાહેર કરવામાં આવી નથી, પરંતુ તપાસ ટીમે તપાસ શરુ કરી છે. વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે એટીએસ તપાસ કરી રહી છે કે શું પાર્સલમાં ષડયંત્ર સાથે સંબંધિત સામગ્રી છે કે સાહિત્ય છે. તપાસ ટીમના અનુસાર, ડૉ. અહેમદ મોહિયુદ્દીન સૈયદ 'એક મોટી ઘટના'નું ષડયંત્ર રચી રહ્યો હતો. આતંકી આઝાદ શેખે હરિદ્વારમાં મંદિરોમાં રેકી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આતંકી આઝાદ ઘણા સમયથી કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માગતો હતો. આતંકી કટ્ટરવાદી હોવાની જાણ થતાં તેની પત્નીએ તેનો સાથ છોડ્યો હતો. એટીએસ અનુસાર, ત્રીજો આરોપી ડૉ. અહેમદ સૈયદ ભારતમાં એક મોટો આતંકવાદી હુમલો કરવાની તૈયારી કરી રહ્યો હતો. તેનું ડિજિટલ ટ્રેઇલ, દેખરેખથી બચવા માટે ઇરાદાપૂર્વક અને વ્યવસ્થિત પ્રયાસ દર્શાવે છે. ડૉ. અહેમદ અને તેમના હેન્ડલર વચ્ચેની વાતચીતમાં ડિજિટલ પ્રાઇવસી કેવી રીતે જાળવી રાખવી તે અંગેનું સાહિત્ય મળ્યું. 

Panchang

dd