• શનિવાર, 22 નવેમ્બર, 2025

દુબઇ એર-શોમાં `તેજસ' તૂટી પડયું

નવી દિલ્હી, તા. 21 : દુનિયાભરના દેશોની હવાઇ શક્તિનું પ્રદર્શન જ્યાં જોવા મળે છે, તેવા દુબઇના એર-શો દરમ્યાન કલ્પના પણ ન થઇ શકે તેવી લેખાવાયેલી દુર્ઘટનામાં ભારતનું સ્વદેશી યુદ્ધવિમાન `તેજસ' નિદર્શન ઉડાન ભર્યા પછી અચાનક જ દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું, જેમાં પાઈલટનું મોત થઇ ગયું હતું. ભારતીય વાયુદળે પાઈલટને અંજલિ આપતાં જણાવ્યું હતું કે, દળ આ કદી પૂરી ન શકાય તેવી ખોટ પર ઊંડો શોક વ્યક્ત કરે છે. આ કઠીન સમયમાં પાઈલટના પરિવારની સાથે છીએ. ભારતીય વાયુદળે આ દુર્ઘટના થવા પાછળનાં કારણોની તપાસ કરવા માટે `કોર્ટ ઓફ ઇન્કવાયરી'ની રચના કરવાનો ફેંસલો કર્યો છે. આ ઘટના શુક્રવારની બપોરે બે અને 10 મિનિટે બની હતી. વિમાન હવામાં શાનદાર વળાંક લઇ રહ્યું હતું, ત્યારે જ નિયંત્રણ ખોઇ દીધું હતું. થોડીક સેકંડમાં જ નીચે નમીને તરત જ જમીન પર ટકરાતાં જોરદાર ધડાકો થયો અને અલ મકતૂમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઊંચે સુધી ધુમાડા દેખાયા હતા. દુબઇ એર-શો દુનિયાનાં મોટાં ગજાંના ઉડ્ડયન જગતના આયોજનોમાં સ્થાન ધરાવે છે. `તેજસ' તૂટી પડવાની ખતરનાક દુર્ઘટનાથી આ એર-શોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊઠવા માંડયા છે. `તેજસ' દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ આગની જ્વાળા, ધુમાડા વચ્ચે જવાનોની ટીમ તરત ધસી ગઇ હતી અને અધિકારીઓએ તપાસ આદરી હતી. અગાઉ 2024માં રાજસ્થાનનાં જેસલમેરમાં ભારતીય યુદ્ધવિમાન તેજસ સંભવત: એન્જિન નિષ્ફળ થવાથી તૂટી પડયું હતું. તેજસ ભારતમાં જ નિર્મિત અને સુપર સોનિક એટલે કે અવાજની ગતિ કરતાં વધારે ગતિ સાથે ઉડાન ભરી શકે છે. 

Panchang

dd