નવી દિલ્હી, તા. 2 : પાકિસ્તાન
સાથે વ્યાપ્ત તણાવ વચ્ચે આખા દેશની નજર હાલ ઉત્તરપ્રદેશના શાહજહાંપુર પર મંડરાઈ છે.
જયાં 44 ગામમાંથી પસાર થતાં ગંગા એક્સપ્રેસ
પર બનાવવામાં આવેલી 3.પ કિમીની
હવાઈપટ્ટી (એર સ્ટ્રીપ) ઉપર ભારતના યુદ્ધ વિમાનો મિરાજ, રાફેલ, સુખોઈ અને જેગુઆરે
ઉતરાણ કર્યું હતું. અન્ય સૈન્ય વિમાનો તથા હેલિકોપ્ટરો પણ આ ડ્રિલમાં તબક્કાવાર સામેલ
થવાના છે. ભારતીય યુદ્ધ વિમાનોની ગર્જના સાંભળવા બહોળી સંખ્યામાં નાગરિકો એકઠા થઈ રહ્યા
છે. ગંગા એકસપ્રેસ વે ઉપર લડાકૂ વિમાનોની અવરજવર થઈ રહી છે. કટોકટી જેવી સ્થિતિમાં
આ હવાઇ પટ્ટીનો ઉપયોગ યુદ્ધ વિમાનોને ઉતારવા તથા ઉડાન ભરવામાં કરવામાં આવશે. જો પાકિસ્તાન
સાથે યુદ્ધ થયું તો આ એકસપ્રેસ વે નો હંગામી એરપોર્ટ તરીકે ઉપયોગ કરવામાં આવશે. અહીં
દિવસ-રાત લેન્ડિંગ અને ટેકઓફની સુવિધા વિકસીત કરવામાં આવી છે. ગંગા એક્સપ્રેસ યુપીનો
ચોથો એવો એક્સપ્રેસ વે છે જેને હવાઈપટ્ટી એટલે કે રન વે જેવો બનાવવામાં આવ્યો છે. દેશમાં
પહેલીવાર કોઈ એક્સપ્રેસ વે ઉપર રાત્રિ ઉતરાણની પ્રેકટિસ પણ કરવામાં આવશે. આ એક્સપ્રેસ
વે 36ર30 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને પ94 કિમી લાંબો છે જે મેરઠથી પ્રયાગરાજ
સુધી બનેલો છે. શાહજહાંપુર રણ વ્યાહાત્મક રીતે મહત્ત્વનું છે જે નેપાળની સરહદ નજીક
છે અને નેપાળ સાથે ચીનની સરહદ જોડાયેલી છે.