• મંગળવાર, 17 નવેમ્બર, 2026

ગાંધીધામમાં 1.43 લાખના દારૂ સાથે કારચાલકની ધરપકડ

દારૂનો જથ્થો રેલવેના પાર્કિંગ વિસ્તારમાંથી ભરી અપાયો હતો

ગાંધીધામ, તા. 16 : શહેરના રેલવે ગૂડઝ શેડ નજીક સર્વિસ રોડ પરથી પસાર થતી કારમાંથી રૂા. 1,43,020ના અંગ્રેજી શરાબ સાથે શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. આ દારૂ રેલવેના પાર્કિંગ વિસ્તારમાંથી ભરવામાં આવ્યો હતો. શહેરનાં રેલવે મથક બાજુથી ગૂડઝ શેડ બાજુ આવતી કારમાં દારૂ હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે આજે સવારે વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમીવાળી ટાટા કંપનીની જેસ્ટા કાર નંબર જી.જે.-06-એએક્સ -8506 આવતાં પોલીસે તેને રોકાવી હતી અને તપાસ કરતાં દારૂની પેટીઓ મળી આવી હતી. આ કારના ચાલક મયૂરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (રહે. ગુલમહોર ટાઉનશિપ, મેઘપર બોરીચી, મૂળ વિંઝાણ-અબડાસા)ની ધરપકડ કરવામાં આવી હતી. આ ગાડીમાંથી મળેલો દારૂ તે શહેરના રેલવે મથકના પાર્કિંગ વિસ્તારમાં જઈ ત્યાંથી પ્રેમકુમાર નામના શખ્સે દારૂ ભરી આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. પાર્કિંગ વિસ્તારમાં દારૂનો જથ્થો સંતાડવામાં આવયો હશે ? તે સહિતના પ્રશ્નો બહાર આવ્યા હતા. તેમજ ત્યાં કોઈનું ધ્યાન નહીં ગયું હોય ? પકડાયેલી આ કારમાંથી ધ રોક ફોર્ડની 750 મિ.લિ.ની 48 બોટલ, બો હો ક્લાસિકની 20, બ્લેન્ડર્સ પ્રાઈડની 12, મેજિક મોમેન્ટની 12, જેએન્ડબી રેરની 6, 8પીએમના 96 કવાર્ટરિયા, ગ્રીન લેબલના 96 કવાર્ટરિયા એમ કુલ રૂા. 1,43,020નો દારૂ હસ્તગત કરવામાં આવ્યો હતો. પકડાયેલો મયૂરસિંહ કોના માટે કામ કરે છે ? કોને દારૂ આપવાનો હતો ? તેના ભાગીદાર કોણ કોણ છે ? તે સહિતની વિગતો બહાર આવી નથી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd