• મંગળવાર, 03 નવેમ્બર, 2026

કિડાણામાં માથાકૂટ પ્રકરણે સામા પક્ષે 20 સામે ગુનો દર્જ

ગાંધીધામ, તા. 2 : કિડાણામાં થયેલી માથાકૂટના પ્રકરણમાં સામા પક્ષે પણ ગુનો દર્જ થયો છે, જેમાં બે યુવાનો પર વિસેક જેટલા શખ્સોએ ધારિયા, છરી, ધોકા વડે હુમલો કરતાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો છે. કિડાણામાં રહેનાર ફરિયાદી સાહિલ ઇશાક ચાવડા ગત તા. 31/10ના બલેનો ગાડીથી ખાવડા ગયો હતો. તે ભુજ પહોંચતાં ઇરફાનએ ફોન કરી ગામમાં આવતા નહીં તેવું કહ્યું હતું. બાદમાં ઇરફાનના ફોનમાંથી વલીમામદે ગામમાં પહોંચી ફોન કરવાનું કહ્યું હતું. તે ગામમાં મોટાપીર ચોકમાં પહોંચતાં ઓસમાણ વલીમામદ સોઢા તથા અરવિંદ કોળી ધારિયું લઇ બહાર આવી સાહિલ આવી ગયો છે તેવી રાડ પાડી હતી. બાદમાં આ ઓસમાણ તથા હુશેન વલીમામદ સોઢા, અબ્દુલ વલીમામદ સોઢા, વલીમામદ મુરૂ સોઢા, સુલ્તાન હુશેન સોઢા, ઇરફાન હુશેન સોઢા, તોસિફ પટેલ, જુસબ કારી, સાહિલ સોઢા, અરવિંદ કોળી તથા અન્ય આઠથી દસ લોકોએ ફરિયાદી પર હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદીને છરી તથા ધારિયાના ઘા લાગ્યા હતા. રાડારાડના પગલે ફરિયાદીનો ભાઇ કાસમ આવતાં તેના ઉપર પણ હુમલો કરાયો હતો. બાદમાં બંનેને સારવાર અર્થે લઇ જવાયા હતા જ્યાં કાસમને અસ્થિભંગ સહિતની તથા ફરિયાદીને માથાનું હાડકું ભાંગી ગયું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બનાવ અંગે ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd