• મંગળવાર, 03 નવેમ્બર, 2026

નાની ખાખરની કંપનીમાં વિરોધ દરમ્યાન ટોળાંનો પથ્થરથી હુમલો

ભુજ, તા. 2 : ગઇકાલે માંડવીના નાની ખાખરમાં ગ્રેવિટા કંપની સામે ઉગ્ર વિરોધ દરમ્યાન થયેલા ઘર્ષણમાં ક્રેન મશીન તથા કાર પર પથ્થર ફેંકી કાચ તોડી નુકસાન કરવા તથા ફરિયાદીને માર મારી ઇજા પહોંચાડવા સબબ 12 નામજોગ તથા અન્ય 15થી 20 જેટલા શખ્સ સામે ફરિયાદ નોંધાઇ છે. આ અંગે કોડાય પોલીસ મથકે ક્રેન મશીન સર્વિસના વ્યવસાયી નાની ખાખરના મયૂરસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગ્રેવિટા કંપનીમાં ફાઉન્ડેશનના કામમાં તેમના ક્રેન મશીન લાગેલાં છે. તા. 1/11ના બપોરે ટોળાંએ તેમના ઉપર હુમલો કરી અને ક્રેન મશીન તથા કાર ઉપર પથ્થર ફેંકી મશીનમાં આશરે 50,000 રૂપિયાનું નુકસાન કરી તેમજ તેમના ઉપર લોખંડના એન્ગલથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદીએ આરોપીઓ નથુભા પોપટભા જાડેજા, છત્રપાલસિંહ જુવાનસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ ભચુભા જાડેજા, રાજા નથુભા જાડેજા, દુષ્યંતસિંહ મહિપતસિંહ જાડેજા, રાજનસિંહ પ્રવીણસિંહ જાડેજા, રામદેવસિંહ લખુભા જાડેજા, જયદીપસિંહ બહાદુરસિંહ જાડેજા, ભમરસિંહ રાઠોડ, એજાજ રજાક ખલીફા, ચેતનસિંહ દશરથસિંહ જાડેજા, નારાણ ગાભાભાઇ ગઢવી તથા કંપનીમાં ગેરકાયદે પ્રવેશ કરવા આગેવાની લેનાર આગેવાનો અન્ય 15થી 20 જેટલી વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd