ભુજ, તા.29 : કે.એસ.કે.વી. કચ્છ યુનિ.ના
અંગ્રેજી વિભાગ દ્વારા સાહિત્યિક ઉપક્રમે રીડિંગ ક્લબ શ્રેણી સત્ર-6 અંતર્ગત ભાવક મૂલ્યાંકન કાર્યક્રમ યોજાયો
હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ દ્વારા યોજાયેલા કાર્યક્રમની શરૂઆત વિભાગના વડા
પ્રો. (ડો.) આર. વી. બસિયાના સ્વાગત સંબોધનથી થઈ હતી. ખુશ્બુ ચૌહાણ, પૂજા મહેશ્વરી, પ્રિયંકા
મહેશ્વરી, આશા ગઢવી, પ્રદીપાસિંહ સોઢા,
દમયંતી સીજુ, જુવૈરિયાહ ધિનિયા, કૃપા સીજુ અને મેહુલ આહીરે પોતાના અભ્યાસપત્ર રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં
જુવૈરિયાહ ધિનિયા પ્રથમ ક્રમાંકે વિજેતા બનતા આગામી સમયમાં ભુજ ખાતે યોજાનારા ભાવક
મૂલ્યાંકન કાર્યક્રમમાં અંગ્રેજી વિભાગનું પ્રતિનિધિત્વ કરશે. નિર્ણાયક અને સંચાલક
તરીકે ડો. પ્રતીક્ષા ચાવડાની સાથે પ્રિયાંશી ભાવસાર જોડાયા હતા. તમામ સ્પર્ધકોને ગ્રંથપાલ
સ્વ.પ્રદીપ છાયાની સ્મૃતિમાં જહાન્વીબેન છાયા દ્વારા પુસ્તક ભેટ અપાયા હતા. વ્યવસ્થા વિશ્વજિતસિંહ ચુડાસમા, વિશાલ મહેશ્વરીએ સાંભળી હતી. કાર્યક્રમમાં અંગ્રેજી વિભાગના ડો. નવલકિશોર શર્મા
વગેરે હાજર રહ્યા હતા. સચીન ડોરૂએ આભારવિધિ કરી હતી.