• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

ગાંધીધામમાં 11 હજારના શરાબ શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 16: અહીંની એ ડિવિઝન પોલીસ ટીમે રૂા.11,700 ના દારૂ સાથે શખ્સની ધરપકડ કરી હતી. શહેરના 9/બી ચોકડી પાસે ઉમા દર્પણ બિલ્ડીગની સામે ઉભેલા આરોપી જયપાલસિંહ લખુભા જાડેજા નામના શખ્સ પાસે દારૂનો જથ્થો હોવાની પૂર્વબાતમી તપાસ હાથ ધરી હતી.દરમ્યાન આરોપી જયપાલસિંહની ભારતીય બનાવટની વિદેશી દારૂના 84 કવાર્ટરીયા સાથે પોલીસે ધરપકડ કરી હતી. દારૂનો જથ્થો કોનો હતો અને કોને આપવાનો સહિતના મુદે પોલીસે તલસ્પર્શી તપાસ આરંભી છે.

Panchang

dd