• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

લગ્નના નામે 3.50 લાખ પડાવાયા હતા: 96,500 પરત આપ્યા બાદ બાકીના 2.53 લાખ ચાંઉ કરી જવાયા : 8 જણા સામે ફરીયાદ નોંધાવાઈ

ગાંધીધામ, તા. 11 : રાપર તાલુકાના પ્રાગપરના યુવાન સાથે લગ્ન કરવાન બહાને રૂપીયા પડાવી લઈ પરત ન આપી છેતરપીંડી કરાઈ હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ મામલે ભોગ બનનાર યુવાન મુકેશ મનજીભાઈ ચૌધરીએ આરોપીઓ અમદાવાદના કીરણ ઝાલા, મનોજ જયંતીભાઈ ચુનારા, સચીન સંતોષ ઠાકુર, પ પુજાબેન સચીન ઠાકુર, નિમિશકુમાર  મહેશભાઈ શીકરી, ધનજીભાઈ મુળજીભાઈ પટેલ, સરોજ બેન અને રેશ્માબેન સહીત 8 જણા સામે ફરીયાદ નોંધાવી છે. આ બનાવ ગત તા. 2 માર્ચથી 11 ઓગષ્ટના અરસામાં બન્યો હતો. ફરીયાદની વિગતોને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે ફરીયાદીનો સંપર્ક આરોપી ધનજી પટેલ સાથે થયો હતો અને તેમને લગ્ન કરવા બાબતે વાત કરી હીત. તેમણે તેમના સબંધીની દિકરી હોવાનું કહી તેમણે નિમિષ ભાઈની દિકરી હોવાનું કહ્યું હતુ. આરોપી નિમિષ શિકરાએ ગણેશ મેરેજ બ્યુરોનાભહ સંચાલક કીરણ ઝાલાનો સપંર્ક કરાવ્યો હતો અને તેમણે યુવતીના ફોટો  મોબાઈલ ઉપર આપ્યા હતાં. ફરીયાદીએ યુવતી સાથે વાત કરવાનું કહ્યું હતું. આરોપીઓએ છોકરી સંસ્કારી છે કોઈ સાથે ફોન ઉપ,ર વાત નહી કરે. લગ્ન કરવા હોય તો પ્રાગપર મોકલી આપશુ અને અને લગ્ન કરવા હોય તો રૂ. 3.50 લાખ આપવાના રહેશે તેવું કહ્યું હતું. ગત તા. 2 માર્ચના આરોપીઓ રેશ્માને પ્રાગપર લઈ આવ્યા હતાં અને ઘરે જ ફુલહાર કરાવ્યા હતાં. આ લગ્નના સોદા પેટે રૂ 3.50 લાખ આપ્યા હતા ત્યાર બાદ તેઓ અમદાવાદ ચાલ્યા ગયા હતાં. બીજા દિવસે આરોપી રેશ્મા સાથે વાતચીત કરતા વર્તાવ યોગ્ય લાગ્યો ન હતો. અન બીમાર હોવાનું નાટક કર્યું હતું. તેણીએ ફરીયાદી સાથે રહેવાની ના પાડી દીધી હતી. ફરીયાદીએ અમદાવાદ ફોન કરતા આરોપી પુજાબેને કહ્યું કે ન રહેવું હોય તો અમદાવાદ મુકી જાવ તમારા પૈસ પાછા આપી દેશું. ફરીયાદી અમદાવાદ મુકવા ગયા ત્યારે 96 હજાર ઓનલાઈન ચુકવ્યા હતાં. બાકીના 2.53 લાખ પૈસા ચુકવી આપવા ખાત્રી આપી હતી. વારંવાર પૈસા માંગતા માત્ર ખાત્રી આપતા હતા અને થોડા દિવસથી ફોન પણ ઉપાડતા ન હતાં. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Panchang

dd