ભુજ, તા. 13 : ત્રણ માસ પૂર્વે મમુઆરા, હબાય વિસ્તારની વાડીમાંથી બોરવેલના
વાયરની ચોરીનો ભેદ પોલીસે બે આરોપીને ઝડપીને ઉકેલી લીધો છે. ફેબ્રુઆરી માસમાં ફરિયાદીની
મમુઆરાની વાડીમાંથી તેમજ ચપરેડી ગામે આવેલ ગ્રામ પંચાયતના બોરવેલ વાયર કિં.રૂા. 8600ની ચોરી થયાની ફરિયાદ પદ્ધર પોલીસ મથકે નોંધાઇ
હતી. એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, ઉપરોક્ત ચોરીની આરોપીઓ અબ્દુલ સુલેમાન મંધરિયા (બોલાડી) અને
ઇરફાન હાજી મોખા (પૈયા) બંને બોલાડી બસ સ્ટેશન પાસે હાજર છે. આથી બંનેને ઝડપી આગળની
કાર્યવાહી અર્થે પધ્ધર પોલીસને સોંપ્યા હતા.