ગાંધીધામ, તા. 13 : શહેરના ગણેશનગર નજીક વાવાઝોડા કેમ્પ વિસ્તારમાં મારા પિતાને શું કામ ખવડાવો
છો તેમ કહી શખ્સે કડા વડે હુમલો કરતા યુવાનને
અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. શહેરના કેપીટી પુનર્વસન કેન્દ્ર વાવાઝોડા કેમ્પમાં
રહેતા ફરિયાદી મનોજ રામજી કટુવા પોતાના ઓળખીતા લક્ષ્મણ ચાપશી સુંડા સાથ પોતાન ઘરે હતા
અને બંને જમી રહ્યા હતા ત્યારે લક્ષ્મણ સુંડાનો દીકરો દીપક ત્યાં આવી મારા પિતાને શું
કામ ખવડાવો છો ? તેમ કહી પોતાના પિતાને લઇ ગયો હતો. બાદમાં ફરિયાદી બાઇકથી જઇ રહ્યા હતા ત્યારે
ગોદામ નંબર-6 પાસે
આરોપી દીપક ઊભો હતો. અને હાથમાનું કાઢી ફરિયાદીને માર માર્યો હતો. આસપાસના લોકોએ છોડાવ્યો
હતો. ફરિયાદી પહેલા રામબાગ પછી વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ગયા હતા
જ્યાં તેમને આંખ નીચે અસ્થિભંગ સહિતની ઇજાઓ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બનાવ
અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.