ગાંધીધામ, તા. 12 : કંડલામાં પોર્ટ ઉપર જેટી નંબર-9 પાસે કિડાણાના ઉદયવીર પીપારામ શર્મા (ઉ.વ. 65)એ દરિયામાં ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવ્યું
હતું. કિડાણાની સેવન સોસાયટીમાં રહેનારા વૃદ્ધ ઉદયવીર શર્મા ગઇકાલે બપોરે કંડલા હતા, કંડલા પોર્ટની જેટી નંબર-9 પાસે તેઓ ગયા હતા, જ્યાં તેમણે દરિયામાં કૂદકો
મારતાં ડૂબી જવાથી મોત થયું હતું. આ વૃદ્ધ અહીં શું કરવા આવ્યા હતા અને તેમણે કેવા
કારણોસર પોતાનું જીવન ટૂંકાવી લીધું હશે તે સહિતની આગળની વધુ તપાસ કંડલા પોલીસે હાથ
ધરી છે.