• બુધવાર, 13 મે, 2026

ગાંધીધામમાં બે બાઈક ભટકાતાં એકનું મોત

ગાંધીધામ, તા. 11 : શહેરના જીઆઈડીસી, આઈટીઆઈ રોડ પર બે બાઈક ભટકાતાં અરમત ઉર્ફે અમુભાઈ મગન દેવીપૂજક નામના આધેડનું મોત થયું હતું. શહેરમાં બ્રહ્મસમાજ શાળાની સામે જીઆઈડીસીમાં રહેતા અમરત દેવીપૂજક ગત તા. 9/5ના બાઈક નંબર જીજે-12- ઈડી-8398 લઈને ઘરની પાછળ આવેલી કરિયાણાની દુકાને ગયા હતા, ત્યાંથી પરત આવી રહ્યા હતા, દરમ્યાન તેમને ઘરની પાછળ જ આઈટીઆઈ રોડ પર  ધસમસતાં આવતાં બાઈક નંબર જીજે-39-કે-2467 આધેડના બાઈકમાં ભટકાતાં તેમને ગંભીર ઈજાઆાઁ પહોંચી હતી, જ્યારે સામેની બાઈકમાં સવાર બે શખ્સોને પણ ઈજા પહોંચી હતી. આધેડને પ્રથમ ગાંધીધામ બાદ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે આ આધેડને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે આધેડના દીકરા રાહુલ દેવીપૂજકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Panchang

dd