• બુધવાર, 13 મે, 2026

જવાહરનગરમાં થાંભલો ઊભો કરવા જતાં શ્રમિક યુવાનને લાગ્યો શોક : અસ્થિભંગની ઇજા

ભુજ, તા. 11 : ગઇકાલે જવાહરનગર-લોડાઇમાં વીજ થાંભલો ઊભો કરવા જતાં શ્રમિક યુવાનને વીજશોક લાગતાં અસ્થિભંગ સહિતની ઇજાઓ થઇ હતી. લોડાઇમાં રહેતો 19 વર્ષીય યુવાન સૂરજ મુર્મ ઇલેક્ટ્રિશિયનનું કામ કરે છે. ગઇકાલે સવારે જવાહનગર-લોડાઇમાં વીજકામ અર્થે વીજ થાંભલો ઊભો કરવા જતાં સૂરજને વીજશોક લાગતાં તે નીચે પટકાયો હતો અને સાથી કર્મચારી-સુપરવાઇઝર સત્યદેવ યાદવ તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં મણકામાં અસ્થિભંગની ઇજા થયાનું સામે આવતાં તેને દાખલ કરાયાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં જાહેર કરાઇ છે.

Panchang

dd