• બુધવાર, 13 મે, 2026

ગાંધીધામમાં જાહેરમાં આંકડો લેતા પન્ટરની ધરપકડ

ગાંધીધામ, તા. 11 : શહેરની ખન્ના માર્કેટ, કલેક્ટર રોડ ઉપર જાહેરમાં આંકડો લેતા શખ્સને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 1020 જપ્ત કર્યા હતા. શહેરના કલેક્ટર રોડ ઉપર આજે બપોરે પોલીસે કાર્યવાહી કરી હતી. ખન્ના માર્કેટ નજીક ઊભા રહી કાર્ગો વિસ્તારનો કનૈયા ચિના તંબી નાયડુ નામનો શખ્સ ડાયરી, પેન વડે ગ્રાહકો પાસેથી આંકડા લઈ રહ્યો હતો. દરમ્યાન અચાનક આવેલી પોલીસે આ શખ્સને દબોચી લીધો હતો અને રોકડ રૂા. 1020 તથા આંકડાનું સાહિત્ય કબજે લીધું હતું. આ શખ્સ ઉપર કોને લખાવતો હતો તે પોલીસ ઓકાવી શકી નહોતી. આ સમગ્ર શહેર, સંકુલ, આદિપુર, અંજારમાં અનેક જગ્યાએ આંકડાની માયાજાળ ફેલાયેલી છે, જેના મુખ્ય આકાઓને પકડવામાં શેની શરમ નડે છે તેવું જાગૃત નાગરિકો પૂછી રહ્યા છે.

Panchang

dd