ભુજ, તા. 22 : થોડા દિવસો પહેલાં હાજીપીરના
મેળામાં આવેલા જામનગરના શખ્સના શર્ટના ખિસ્સામાંથી મોંઘેરો રૂા. 1.15 લાખનો મોબાઈલ સેરવાયાની ફરિયાદ
નોંધાઈ છે. આ અંગે આજે હાજીપીર પોલીસ મથકે ફરિયાદી શાહનવાઝ યુસુબ ખીરાએ નોંધાવેલી ફરિયાદ
મુજબ તેઓ મિત્રો સાથે હાજીપીરના મેળામાં આવ્યા હતા. ગત તા. 12/4ના સવારે હાજીપીરની સલામ ભરી
બહાર નીકળતાં ભીડ દરમ્યાન તેમના શર્ટના ખિસ્સામાં રાખેલો સેમસંગનો અલ્ટ્રા 24 મોબાઈલ ફોન કિં. રૂા. 1,14,999વાળો કોઈ અજાણ્યો ચોર ચોરી
કરી લઈ ગયો હતો. આસપાસ તપાસ કરતાં કોઈ પત્તો મળ્યો નહોતો. જામનગર જઈ ઓનલાઈન ફરિયાદ
કરી હતી. આ ફરિયાદના આધારે આજે હાજીપીર પોલીસે ચોરી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.