ગાંધીધામ, તા. 22 : ભચાઉના ચાંદ્રોડી મોથાળાવાંઢની
સીમમાંથી પોલીસે એક શખ્સને ઝડપી પાડી રૂા. 5000ની દેશી બંદૂક જપ્ત કરી હતી. ચાંદ્રોડી મોથાળાવાંઢ (મુસાવાંઢ)ની
સીમમાં મેલડી માતાનાં મંદિર તરફ જતા કાચા માર્ગ ઉપર પોલીસની એક ટીમ નીકળી હતી. અહીં
બાવળની ઝાડી વચ્ચે એક શખ્સ શંકાસ્પદ લાગતાં પોલીસે દોડીને તેને પકડી પાડયો હતો. લાલમામદ
ઉર્ફે લાલો અજારામ ઉર્ફે ઈબ્રાહિમ સમા નામના શખ્સની તપાસ કરાતાં તેની પાસે રહેલી પ્લાસ્ટિકની
થેલીમાંથી 40 ઈંચની નાળવાળી દેશી બંદૂક મળી
આવી હતી. રૂા. 5000ની આ બંદૂક ખરીદી કેવા આશયથી
પોતાની પાસે રાખી હતી? તે સહિતના
પ્રશ્નોના ઉત્તર બહાર આવ્યા નહોતા.