મુંદરા, તા. 22 : મુંદરામાં આશાવર્કર મહિલાને
ફેસેલિટેટરના હોદ્દાની લાલચ આપી અને પતિ-પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી દોઢ વર્ષ
સુધી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે મુંદરા પોલીસ મથકે ગઈકાલે આશાવર્કર
તરીકે કામ કરતી મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી પ્રકાશભાઈ ચનાભાઈ મહેશ્વરી (રહે.
મુંદરા, મૂળ સિરાચા)એ ફરિયાદીને આશાવર્કરમાં ફેસેલિટેટરનો
હોદ્દો આપવાની લાલચ આપી પોતાની ઓફિસે આવવાનું કહી ફરિયાદીને હોટલમાં લઈ તેની મરજી વિરુદ્ધ
દુષ્કર્મ ગુજારી તથા ફરિયાદીને તેના પતિ અને પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી છેલ્લા
દોઢ વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ દાખલ કરી તજવીજ
આદરી છે.