ભુજ,તા. 15 : શહેરમાં રેવેન્યુ સર્વે નં-789 પૈકી એક તથા બેવાળી જમીન પચાવી
પાડવા માટે તેના પર ગેરકાયદે કબજો કરી આ જમીનમાં પ્રવેશ કરવા ન આપી જમીન ખાલી કરવા
પેટે ફરિયાદી પાસેથી 9 લાખ પડાવી
ફરિયાદીને જમીનમાં પ્રવેશ કરશો અને રૂપિયા ન આપો તો મારી નાખવાની ધમકી આપવાના મામલે
ચાર સામે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ફરિયાદી
અંજાર માધવવિલામાં રહેતા ભગવતીપ્રસાદ શશિકાંતભાઈ દવેએ ભુજ એ-ડિવિઝન પોલીસમાં ઇશાક જુમા
જત, જુણસ મિયાં સમા, સબીર
આદમ મેમણ (રહે. ત્રણે ભુજ)અને રાણુભા શિવુભા જાડેજા (લોરિયા) સામે ગુનો દાખલ કરાવ્યો
હતો. ફરિયાદીને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી જમીનના ખોટાં લખાણો કરી ફરિયાદી વિરુદ્ધ
કોર્ટમાં અરજી કરવામાં આવી હોવાનું ફરિયાદમાં લખાવાયું છે.