• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

અંજારમાં આંકડો લેનાર પન્ટરની ધરપકડ

ગાંધીધામ, તા. 15 : અંજારના સવાસર નાકા પાસે જાહેરમાં લોકો પાસેથી આંકડો લેતા શખ્સને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 10,630 જપ્ત કર્યા હતા. અંજાર સવાસર નાકા નજીક રિક્ષા સ્ટેન્ડ પાસે બોર્ડિંગ ફળિયું લોહાણા મહાજન સમાજવાડી પાછળ રહેનાર મેહુલ ઠાકરશી ઠક્કર નામનો શખ્સ ઊભો હતો. આ શખ્સ કાગળ, પેન વડે લોકો પાસેથી આંકડો લઇ રહ્યો હતો. દરમ્યાન અચાનક પોલીસ ત્રાટકી હતી અને આ શખ્સને દબોચી લીધો હતો. પકડાયેલા આ શખ્સ પાસેથી રોકડ રૂા. 10,630 તથા આંકડાનું સાહિત્ય જપ્ત કરવામાં આવ્યો હતો. આ શખ્સ ઉપર કોને લખાવતો હતો તે બહાર આવ્યું નથી. ગાંધીધામ, આદિપુર અને અંજારમાં ફેલાયેલી આંકડાની માયાજાળને ખાળવામાં પોલીસ સદંતર નિષ્ફળ ગઇ છે. આ બદીના મોટા મગરમચ્છ ક્યારેય પોલીસની ઝાળમાં ફસાતા નથી, માત્ર નાની મછલીઓને પકડીને પોલીસ સંતોષ માની લેતી હોય છે. લોકોને પાયમાલ કરનાર આ બદી સદંતર નાબૂદ થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે. 

Panchang

dd