• ગુરુવાર, 05 માર્ચ, 2026

વિદેશ જવા માટે જરૂરી શારીરિક સજ્જતા પ્રમાણપત્ર બનાવવાનો કારસો કાયદાની ઝપટે

ભુજ, તા. 6 : વિદેશમાં જવા ઈચ્છતી વ્યક્તિઓને મેડિકલ ફિટ ન થવાના કારણે જી.સી.સી. માન્ય સર્ટિફિકેટ મળતું ન હોવાથી આવી વ્યક્તિઓના બનાવટી ભારતીય પાસપોર્ટ અને બનાવટી આધારકાર્ડ બનાવી તેનો કપટપૂર્વક ઉપયોગ કરવાના હેતુથી ગેરકાયદે કબજામાં રાખનારા એક આરોપીને પશ્ચિમ કચ્છ એસઓજીની ટીમે ઝડપી પાડયો હતો અને કચ્છમાં સંભવત: પ્રથમવાર ઝડપાયેલા નકલી મેડિકલ ફિટ સર્ટિફિકેટ  બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં ભુજ રેલવે સ્ટેશન નજીક આવેલી હોટેલ દેવરાજ પેલેસ પાસેથી આરોપી મૂળ રાજસ્થાનના સંજયકુમાર નટવરલાલ લુહાર ઝડપી પાડયો હતો. પકડાયેલા આરોપીના કબજામાંથી પોતાના ફોટો અને બીજા વ્યક્તિના નામવાળું ભારતીય પાસપોર્ટ તથા આધારકાર્ડની કલર પ્રિન્ટ મળી આવી હતી. આ કૌભાંડ કેવી રીતે આચરાતું હોવા અંગે આરોપીની કડક પૂછપરછ કરતાં તેણે મોડસ ઓપરેન્ડી જણાવી હતી. જીસીસી માન્ય હોસ્પિટલમાં મેડિકલ રીતે ફિટ હોય તેવી ડમી વ્યક્તિને હાજર રખાવી અને મૂળ વ્યક્તિના પાસપોર્ટ અને આધારકાર્ડમાં ડમી વ્યક્તિના ફોટા પ્રિન્ટ કરી મૂળ વ્યક્તિના ઓરિજનલ પાસપોર્ટ અને આધારકાર્ડમાં કોઈ પણ રીતે ગેરરીતિ આચરી તેમાં અનઅધિકૃત રીતે ફેરફાર કરી મેડિકલ ફિટનું પ્રમાણપત્ર લઈ આપી અને બાદમાં મૂળ વ્યક્તિના ફોટાવાળું પાનું પાસપોર્ટમરાં લગાવી મેડિકલી અનફિટ વ્યક્તિઓને ફિટ દર્શાવી વિદેશ મોકલવાની મળોડસ ઓપરેન્ડીથી  સમગ્ર કારસ્તાન આચરાતું હતું તેવી કેફિયત આરોપીએ પોલીસને આપી હતી. આ મામલે ડીવાયએસપી મીનેષ ક્રિશ્ચિયને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ કૌભાંડમાં કોણ-કોણ સંડોવાયેલું છે અને કોને-કોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલાયા છે તે જાણવા પકડાયેલા આરોપીની કડક પૂછતાછ કરવા સહિતની સઘન તપાસ હાથ ધરા આ કાર્યવાહીમાં એસઓજી પીઆઈ એ. ડી. પરમાર તથા પી. સી. શીંગરખિયાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ રજાકભાઈ સોતા, હેડ કોન્સ. ભાવેશભાઈ ચૌધરી તથા કોન્સ. દિનેશભરાઈ ચૌધરી સહિતનો સ્ટાફ જોડાયો હતો. 

Panchang

dd