• ગુરુવાર, 05 માર્ચ, 2026

ભુજમાં બંધ ફ્લેટમાંથી દાગીના ચોરનાર ઝડપાયો

ભુજ, તા. 6 : શહેરમાં આવેલા એક બંધ ફ્લેટમાં ગેરકાયેદ ઘૂસેલા ચોર ઈસમો સોના-ચાંદીના કુલ 36,000ના દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ ભુજ શહેર બી-ડિવિઝન પોલીસે આરોપી ભરત વિશનજી સોનીની ધરપકડ કરી લીધી હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, ભુજના રાજન ફર્નિચરની બાજુમાં આવેલા વિકાસ એપાર્ટમેન્ટ-1માં આવેલા ફરિયાદી મયૂર શાંતિલાલ ગોરના બંધ ફ્લેટમાં ગત તા. 4-2ના ઘૂસેલા આરોપીએ ઘરમાં રખાયેલા લાકડાના કબાટમાં રહેલી પર્સમાં રાખેલા સોના-ચાંદીના દાગીના કિં. રૂા. 36,000નો ચોર કરી હતી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd