• ગુરુવાર, 05 માર્ચ, 2026

કંડલા બંદરે ફાલ્કામાંથી પટકાયેલા યુવાનનું મોત

ગાંધીધામ, તા. 6 : કંડલા બંદરે જહાજ પર કામ કરતી વેળાએ ફાલ્કા પરથી નીચે પટકાતાં લુણીના મામદ ઈશા માંજલિયા (ઉ.વ. 25) નામના યુવાને જીવ ખોયો હતો. લુણીમાં રહેનાર મામદ નામનો યુવાન ગઈકાલે સવારે કંડલા બંદર પર બર્થનંબર પાંચ પાસે હતો. અહીં લાંગરેલાં જહાજમાં આ શ્રમિક કામ કરી રહ્યો હતો. જહાજના આ ફાલ્કામાંથી તે અકસ્માતે નીચે પટકાતાં તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. ઘવાયેલા આ યુવાનને સારવાર અર્થે લઈ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. 

Panchang

dd