ગાંધીધામ, તા. 6 : શહેરના ગુરુકુળ વિસ્તારમાં
મિલકત મુદ્દે કળિયુગી પુત્રએ પોતાના માતા-પિતા ઉપર હુમલો કર્યો હતો. જેમાં ઘવાયેલા
વૃદ્ધ દંપતીને સારવાર માટે લઇ જવાયા હતા. શહેરનાં ગુરુકુળ વિસ્તારમાં મહાદેવ મંદિરની
બાજુમાં પ્લોટ 29, મકાન નં.-3, વોર્ડ-7-બીમાં રહેનાર રસીલાબેન અને તેમના પતિ લાભશંકર
ઉફે‰ઍ‰ શંભુ અબોટી ગત તા. 2-2ના પોતાના ઘરે હતા ત્યારે તેમના
દીકરા અમિતે પ્રોપર્ટીમાં મને ભાગ આપો તેવું કહેતાં તે અંગે પછી વિચારવાનું દંપતીએ
કહ્યું હતું. બીજા દિવસે પિતાએ બીડી માગતાં તમે કાંઇ કમાતા નથી, બીડી નહીં મળે તેવું આ અમિતે પોતાના પિતાને
કહી પોતાની દીકરીને છીનવી પોતાના પિતા લાભશંકરને ધક્કો મારી નીચે પાડી દીધો હતો. ફરિયાદી
રસીલાબેન વચ્ચે પડતાં આ શખ્સે તેમને પણ માર માર્યો હતો અને બંનેને ઘરમાંથી કાઢી મૂકયા
હતા. ઘવાયેલા દંપતીને સારવાર અર્થે લઇ જવાયા હતા. માતા-પિતાને માર મુદ્દે ભારે ચકચાર
પ્રસરી હતી.