ગાંધીધામ, તા. 6 : અંજાર તાલુકાના વરસામેડીની
એક સોસાયટીનાં મકાનમાંથી પોલીસે રૂા. 39,600ના શરાબ સાથે શખ્સને પકડી પાડયો હતો. વરસામેડીની અંબાજી સિટી
સોસાયટીના મકાન નંબર 251માં પોલીસે
ગત રાત્રે પૂર્વ બાતમીના આધારે છાપો માર્યો હતો. અહીંથી વીરેન્દ્રસિંહ તખુભા ઝાલા નામના
શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. તેના કબજાના આ મકાનમાં તિજોરી પાસેથી દારૂ કબજે કરાયો
હતો. અહીંથી મેકડોવેલ્સ નંબર-1ની 750 એમ.એલ.ની 21, ગ્રીન લેબલની 750 એમ.એલ.ની 12 તથા કોન્ટી કલબ ડિલક્સની ત્રણ
એમ કુલ રૂા. 39,600નો શરાબ જપ્ત કરાયો હતો. તેને
આ દારૂ વરસામેડીનો રાજદીપસિંહ ભરતસિંહ ઝાલા નામનો શખ્સ આપી ગયો હતો. હાથમાં ન આવેલા
રાજદીપસિંહને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.