• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

અંજારમાં અપહ2ણ સાથે 10 કરોડની ખંડણીના ગુનામાં ફરાર આરોપી દબોચાયો

ગાંધીધામ, તા. 1 : અંજાર વિસ્તારમાં સાડા ત્રણ વર્ષ અગાઉના અપહરણ સાથે રૂા. 10 કરોડની ખંડણી માગવાના ચકચારી ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે મધ્યપ્રદેશથી દબોચી લીધો હતો. અંજારના વિજયનગર વિસ્તારમાં સાડા ત્રણ વર્ષ અગાઉ અપહરણ સાથે રૂપિયા 10 કરોડની ખંડણીની માગણીનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં સંડોવાયેલો આરોપી ઉપેન્દ્ર અજુદી વિશ્વકર્મા રહે. વિજયનગર, અંજારવાળો હાલે કેથોરા તા. બતીયાગઢ જિ. દમોહ મધ્યપ્રદેશ ખાતે હોવાની બાતમી મળી હતી. ગુનાશોધક શાખાના કર્મચારીઓ મધ્યપ્રદેશમાં વેશપલટો કરી કેથોરા ગામની આસપાસ આવેલા ખેતરોમાં સોયાબીનના વેપારી તરીકે ગયા હતા. ત્યારબાદ આરોપીની ચોક્કસ જાણકારી મેળવી વોચ ગોઠવી હતી. જેમાં આ શખ્સ આબાદ સપડાઈ ગયો હતો. આરોપીને આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એન. એન. ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર એમ. વી. જાડેજા તેમજ કર્મચારીઓ જોડાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang