• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

કંડલામાં ડીઝલ ચોરીના બનાવનો આરોપી નવ મહિને ઝડપાયો

ગાંધીધામ, તા. 25 : કંડલામાં નવ મહિના અગાઉ ડીઝલ ચોરીના બનાવને અંજામ આપી પોલીસના હાથમાં ન આવનારા શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. ખારી રોહરમાં રહેનાર ગની સાલે મામદ કાતિયાર નામના શખ્સ વિરુદ્ધ કંડલા પોલીસ મથકે નવ મહિના અગાઉ ડીઝલ ચોરી અંગે ફરિયાદ નોંધાઇ હતી. પાઇપમાંથી ચોરીના બનાવને અંજામ આપનાર આ શખ્સ પોલીસના હાથમાં આવતો નહતો. દરમ્યાન કંડલા પોલીસે તેને આજે પૂર્વ બાતમીના આધારે પકડી પાડયો હતો. તેના વિરુદ્ધ કંડલા સહિત અંજાર, ગાંધીધામ, એ અને બી ડિવિઝન પોલીસ મથકે ચોરી સહિતના ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang