• રવિવાર, 16 જૂન, 2024

સોમાણીવાંઢમાં પિતા-પુત્ર ઉપર ચાર શખ્સનો હુમલો

ગાંધીધામ, તા. 11 : રાપર તાલુકાના સોમાણીવાંઢના ચાર શખ્સોએ પિતા-પુત્ર ઉપર છરી, ધોકા વડે હુમલો કરતાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. સોમાણીવાંઢમાં રહેનાર ફરિયાદી શિવા વેલા મકવાળ (કોળી) બાઇક લઇને જઇ રહ્યા હતા ત્યારે દીપક પોતાનું વાહન સામે ચલાવીને લાવતો હતો, જે અંગે ફરિયાદી તેના ઘરે જઇ સમજૂતી માટે ગયા હતા. બાદમાં ફરિયાદીના દીકરા હિતેશને આરોપીઓએ પકડી રાખતાં હિતેશે પોતાના પિતાને ફોન કરતાં ફરિયાદી શિવા કોળી ત્યાં પહોંચ્યા હતા. ઉશ્કેરાયેલા આરોપી પ્રતાપ કબીર કોળી, દીપક કબીર કોળી, રવજી કબીર કોળી અને કારીયો કાનજી કોળીએ ધોકા અને છરી વડે હુમલો કરતાં પિતા-પુત્ર એવા શિવા કોળી અને હિતેશને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang