લંડન, તા. 11 : લોર્ડ્સ ટેસ્ટના બીજા દિવસે
ઈંગ્લેન્ડે 387 રન કર્યા બાદ દાવમાં ઉતરેલી
પ્રવાસી ટીમ ઈન્ડિયાએ આજની રમતના અંત સુધીમાં ત્રણ વિકેટ ખોઈને 145 રન કરી લેતાં મજબૂત લડત સાથે
બાજી બરોબરી પર લાવી દીધી હતી. બળૂકી બોલિંગ કરતાં બુમરાહે ગૃહ ટીમની પાંચ વિકેટ ખેરવી
હતી. જયસ્વાલે 13 રને વિકેટ ખોઈ દીધા બાદ ક્રિઝ
પર ટકી જવાની જવાબદારી ધીરજભેર નિભાવતા રાહુલે પાંચ ચોગ્ગા સાથે 53 રન કર્યા હતા. કરુણ નાયરે ચાર
ચોગ્ગા સાથે 40 રન કર્યા હતા. સુકાની શુભમન
ગિલ 162 રને આઉટ જથઈ જતાં જામી શક્યો
નહોતો. રમત બંધ રહી ત્યારે રાહુલ 53 અને રિષભ પંત 19 રને દાવમાં હતા. બુમરાહે ચાલુ સિઝનમાં બીજીવાર અને કારકિર્દીમાં
15મીવાર એક દાવમાં પાંચ વિકેટ ખેરવી હતી.
ચાર વર્ષ બાદ ટેસ્ટ વાપસી કરનાર જોફ્રા આર્ચર, બેન સ્ટોક્સ અને ક્રિસ વોક્સે એક-એક વિકેટ લીધી હતી. બીજા દિવસના અંતિમ તબકકમાં
ભારતે કપ્તાન શુભમન ગિલ (16) સહિત ત્રણ
વિકેટ ગુમાવી દીધી હતી. આ પહેલાં આજે લંચ પછી ઇંગ્લેન્ડ ટીમ 387 રને ઓલઆઉટ થઇ હતી. બુમરાહે
પ વિકેટ ઝડપી હતી. જયારે જો રૂટે સદી કરી 104 રને આઉટ થયો હતો. વિકેટકીપર સ્મિથ (પ1) અને બ્રાયડન કાર્સ (પ6)એ અર્ધસદી કરી હતી. પહેલા બે ટેસ્ટમાં 3 સદીથી પ00થી વધુ રન કરનાર ભારતીય કપ્તાન 16 રને આઉટ થયો હતો. યશસ્વી જયસ્વાલ
ઉતાવળમાં 13 રન કરી પાછો ફર્યો હતો. જયારે
કરૂણ નાયર ક્રિઝ પર સેટ થયા પછી 40 રને સ્લીપમાં
રૂટના આબાદ કેચથી આઉટ થયો હતો. વાપસી કરનાર જોફ્રા આર્ચરે તેની પહેલી ઓવરમાં જ જયસ્વાલનો
શિકાર કર્યો હતો. કપ્તાન સ્ટોકસ અને વોકસને 1-1 વિકેટ મળી હતી. આ પહેલા આજે લંચ બાદ ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ 112.3 ઓવરમાં 387 રને સમાપ્ત થયો હતો. ઇંગ્લેન્ડ
ટીમ આજે તેનો દાવ 4 વિકેટે 2પ1 રનથી આગળ વધાર્યો હતો. તેમાં 136 રનનો ઉમેરો કર્યો હતો અને બાકીની
6 વિકેટ ગુમાવી હતી. બુમરાહે લોર્ડસ મેદાન
પર પહેલીવાર ફાઇવ વિકેટ હોલ બનાવ્યો હતો. જયારે ઇંગ્લેન્ડના સ્ટાર બેટર જો રૂટે 37મી સદી ફટકારી હતી. પૂંછડિયા ખેલાડી બ્રાયડન
કાર્સે પ6 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. સ્મિથે ફરી
અર્ધસદી કરી હતી. રૂટે આજના પહેલા દડે જ બુમરાહની
ઓવરમાં ચોગ્ગો ફટકારી તેની સદી પૂરી કરી હતી. જો કે આ પછી બુમરાહ ત્રાટકયો હતો. તેણે
પહેલા ઇંગ્લેન્ડના કપ્તાન બેન સ્ટોકસ (44)ને બોલ્ડ કર્યો હતો. આ પછી સદીવીર રૂટને બોલ્ડ કરી ભારતને આજની
બીજી સફળતા અપાવી હતી. રૂટે 199 દડામાં 10 ચોગ્ગા સાથે 104 રન કર્યાં હતા. આ જ ઓવરમાં
બુમરાહે ક્રિસ વોકસને વિકેટ પાછળ શિકાર કર્યો હતો. 271 રનમાં 7 વિકેટ પડયા
બાદ વિકેટકીપર જેમી સ્મિથ અને ઓલરાઉન્ડર બ્રાયડન કાર્સ વચ્ચે આઠમી વિકેટમાં 114 દડામાં 84 રનની મજબૂત ભાગીદારી થઇ હતી.
લંચ પછી સ્મિથ પ6 દડામાં 6 ચોક્કાથી પ1 રને સિરાજના દડામાં આઉટ થયો હતો. જોફ્રા
આર્ચર (4)ને બુમરાહે બોલ્ડ કરી તેની પાંચમી વિકેટ
લીધી હતી. અંતમાં બ્રાયડન કાર્સ 83 દડામાં 6 ચોક્કાથી પ6 રની કરી સિરાજના દડામાં બોલ્ડ થયો હતો.
આથી ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 387 રને સમાપ્ત
થયો હતો. બુમરાહની પ વિકેટ ઉપરાંત સિરાજ-રેડ્ડીની 2-2 વિકેટ રહી હતી.